________________
ઇતિહાસના આયનામાં મંડાર
સિરોહી જિલ્લામાં આવેલું મંડાર પ્રાચીન ઐતિહાસિક નગર છે. શ્રી ત્રિપુટી મ. લખે છે કે
મંડાર' ગામનાં બીજા નામો માહડા, મદાહૃત, માધુહડા, મઢાર, મંઢાર, મડાર મળી આવે છે. આજે અહીં જૈનોનાં ૬૫૦ ઘર વિદ્યમાન છે. તપાગચ્છ, અંચલગચ્છ, મડાહડાગચ્છ અને લોંકોગચ્છના ઉપાશ્રયો છે. ભ. શીતલનાથ તેમજ ભ. મહાવીરસ્વામીનાં દેરાસરો છે.
વડગચ્છના આ. વાદિદેવસૂરિ (જન્મ સં. ૧૧૪૩), થારાપદ્રગચ્છના આ. ચક્રેશ્વરસૂરિ (સં. ૧૧૮૪-૧૨૨૧), ઉપકેશગચ્છના આ. સિદ્ધસૂરિના સંતાનીય આ. દેવગુપ્તસૂરિ (સં. ૧૪૮૬) અહીં જન્મ્યા હતા; કેમકે તેમના નામની પહેલા મહાહડીય, મડ્ડારીય વિશેષણો લગાડેલાં જોવાય છે.
(અર્બુદ પ્રાચીન જૈનલેખસંદોહ, લેખાંક : ૧૧૪, ૬૨૨)
મડારથી મડાહડાગચ્છ નીકળ્યો તે આ. ચક્રેશ્વરસૂરિથી શરૂ થયો હતો. પ્રતિમા લેખોમાં આ. ચક્રેશ્વરસૂરિને વડગચ્છની સંવિજ્ઞવિહારી શાખાના આ. વર્ધમાનસૂરિના શિષ્ય બતાવેલા છે. (જે. ૫. ઇ. ભા-૨ પૃ.૨૦૪)
૧ : પ્રબંધોમાં મડ્ડાહડ, મદાહત નામ આવે છે.
પં. મફતલાલ ગાંધી (પ્રમાણનય તત્ત્વાલોકાલંકારની પ્રસ્તાવનામાં) આ મંડાર યા મહુઆ વૈષ્ણવોનું તીર્થ મદુઆ હોવાનો અભિપ્રાય આપે છે. પં. કલ્યાણવિજયજી ગણિ (પ્રભાવક ચરિત્ર પ્રબંધ પર્યાલોચનમાં) આવો જ અભિપ્રાય આપે છે.
શ્રી ગોકુળભાઇ દોલતરામ ભટ્ટ (આ. વલ્લભસૂરિ સ્મારક ગ્રંથ પૃ. ૧૩૨-૧૩૩માં) મઽાહત તે મંડાર છે. જ્યારે મદુઆજી સ્થળનું પ્રાચીન નામ તો ફીલણીગાંવ છે. રાજા અંબરિષની રાણી તોરાવટીએ ‘મધુસૂદન'નું મંદિર બનાવ્યા પછી સંવત ૧૬૦૦ આસપાસમાં આ. સ્થળ મધુઆજી, મદુઆજી તરીકે પ્રસિદ્ધ થયું છે, તેઓ લખે છે કે“આ સ્થાન માટે મઙાહત, મડ઼ાહત, મડ્ડાહડ નો ઉલ્લેખ ક્યાંય નથી.”
અગરચંદજી નાહટા, મુનિ જયંતવિજયજી આદિએ. મડ્ડાહડ તે વર્તમાનનું મંડાર હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે.
૨૨