________________
કરવા પ્રયાસ કર્યો. ..
આ. વાદિદેવસૂરિજીના શિષ્યોએ સવારે પ્રતિલેખન વખતે જોયું તો એમની વધિ વર્ગેરે વસ્ત્રોને ઉંદરોએ કરડી ખાધેલી. આટલા બધા ઉંદરોનો આવો ઉપદ્રવ અભૂતપૂર્વ હતો. શિષ્યોએ આચાર્ય મા ને જાણ કરી. આચાર્ય મહારાજ તરત પામી ગયા કે આ કામ પરાજિત દિગંબરનું જ છે.
તેઓશ્રીની સૂચના થતાં શ્રાવકોએ કાંજી ભરેલા કુંભનું મોટું લોટના પિંડથી હાંધ કરતાં કુમુદચન્દ્રને તકલીફ થવા માંડી
થોડીવારમાં દિગંબર શ્રાવકો હાંફળા-હાંફળા દોડી આવ્યા. માથેથી પાઘડી ઉતારી પગમાં પડ્યા. ગુરુદેવ ! ક્ષમા કરો અમારા આચાર્યને તકલીફમાંથી મુક્ત કરશે ... - આ. વાદિદેવસૂરિજીએ શાંતિથી શ્રાવકોની વાત સાંભળી અને પૂછ્યું: - આ. કુમુદચન્દ્રને શું તકલીફ થાય છે ? શ્રાવકો વર્ણન કરે એટલામાં આ. કુમુદચંદ્ર પોતે ત્યાં આવી ગયા. ભારે બેચેન જણાતાં દિગંબરાચાર્ય આ. શ્રી વાદિદેવસૂરિજીના ચરણોમાં પડતા કહેવા લાગ્યા. ક્ષમા કરો. મારી ભૂલ થઈ ગઈ.
આચાર્યશ્રી તો સમતાના સાધક હતા. દિગંબરાચાર્યને બોધપાઠ મળી ગયો હતો. થોડી વારમાં આ. કુમુદચન્દ્રને સ્વસ્થતા આવી. આચાર્યશ્રીને પ્રણામ કરી વિદાય થયા. પાટણને પણ સદા માટે અલવિદા કરી વિહાર કરી દીધો. - આ. ભદ્રેશ્વરસૂરિને ગચ્છ ભળાવી વિ.સં. ૧૨૨૬માં શ્રાવણ વદ ૭ ના ૮૩ વર્ષની વયે આ. દેવસૂરિજી કાળધર્મ પામ્યા.
આ. વાદિદેવસૂરિજીના જીવન-કવન અંગે પ્રભાવક ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, તપગચ્છ પટ્ટાવલી, ઉપદેશતરંગિણી, પટ્ટાવલીઓ, શિલાલેખો વગેરેમાં વિગતો મળે છે. ઉપરાંત વાદિદેવસૂરિ ચરિત્ર' નામના સ્વતંત્ર ગ્રંથની રચના પણ થઈ છે. દુર્ભાગ્યે એની સંપૂર્ણ પ્રતિ જ મળે છે. આ પ્રતિ બિકાનેરના શ્રી અગરચંદ નાહટાના સંગ્રહમાં છે આ પ્રતિનો પરિચય શ્રી નાહટાજીએ જૈન સત્યપ્રકાશ અંક ૮ પૃ. ૨૯૧-૨૯૪માં આપ્યો છે.
૨૧