________________
. અહીં આ પ્રમાણે જાણવા યોગ્ય છે. (પ્રમાણશાન પ્રમેય વગર ઘટી શક્ત નથી પ્રમેય=પદાર્થની બાબતમાં જુદા જુદા દર્શનકારોની ભિન્ન ભિન્ન માન્યતા છે પરંતુ તે સામાન્ય વિશેષાદિ અનેકધર્માત્મક છે એમ ગ્રન્થકારશ્રી જણાવે છે.) સત્તાવૈતવાદી વેદાન્તીઓ સામાન્યને જ એટલે કે સામાન્યધર્મવાળી વસ્તુને પ્રમેય તરીકે સ્વીકારે છે પરંતુ તેઓ વિશેષને સ્વીકારતા નથી તેઓ આ પ્રમાણે કહે છે “સામાન્ય જ તત્ત્વ છે કારણ કે સત્પણાથી ભિન્ન એવા વિશેષનું ભાન જ થતું નથી. અને સામાન્યથી ભિન્ન પૃથગ્ન વ્યવહારના કારણભૂત વિશેષ હોય તો તે વિશેષમાં વિશેષતા છે કે નહીં? અને જો વિશેષત્વ હોય તો વિશેષો પણ સામાન્ય જ કહેવાય, અને જો વિશેષત્વ ન હોય તો તે વિશેષો વિશેષત્વ વિનાના સ્વભાવથી શૂન્ય થાય. માટે “સામાન્ય જ તત્ત્વ છે” આવી માન્યતા ધરાવે છે.
બૌદ્ધ દર્શનકારો એકલા વિશેષને જ સ્વીકારે છે સામાન્યને સ્વીકારતા નથી તેઓ આ પ્રમાણે કહે છે સ્વતંત્ર અને ક્ષણિક એવા વિશેષો જ છે. તેનાથી ભિન્ન સામાન્ય છે જ નહીં ગાય વૃક્ષ આદિના અનુભવ વખતે વર્ણ સંસ્થાન જુદા જુદા અંગો વિગેરે ને છોડીને વૃક્ષ જેવું સામાન્ય કશું જણાતું નથી એટલે કે વૃક્ષમાં મૂળ-થડ શાખા પ્રશાખા ફૂલ અને ફળને છોડીને વૃક્ષ જેવું સામાન્ય કશું જ અલગ જણાતું નથી કોઈ પણ પૂર્વ અને ઉત્તરમાં વર્તનારૂં તત્ત્વ છે જ નહીં તેઓ સામાન્ય માનનાર ને પૂછે છે કે તમે જે સામાન્ય માનો છો તે એક છે કે અનેક? જો એક છે, તો તે સર્વગત છે કે અસર્વગત ? એક છે, અને સર્વગત છે, તો જેમ ગોત્વ ગોવ્યક્તિમાં રહે છે તેમ તે ગોત્વ સામાન્ય એક અને સર્વગત હોવાથી ઘટ પટ વિગેરે સર્વવ્યક્તિમાં રહેવું જોઈએ. હવે જો અસર્વગત છે. તો તે વિશેષ જ સિદ્ધ થશે માટે વિશેષ જ તત્ત્વ છે એમ તેઓ માને છે.
નૈયાયિકો જો કે સામાન્ય અને વિશેષ તે ઉભયને પણ પ્રમાણભૂત માન્ય કરે છે. તો પણ તે સામાન્ય અને વિશેષને સર્વપ્રકારે પૃથભાવથી સ્વીકારે છે. તેઓ કહે છે કે સામાન્ય અને વિશેષ અત્યંત ભિન્ન છે કારણ કે તે બન્ને વિરૂદ્ધ ધર્મવાળા છે જેમ કે સામાન્ય ગોત્વ ઘટવ પટવ વિગેરે છે..અને વિશેષ શબલ શાબલેય વિગેરે છે તે બન્ને વિરૂદ્ધ ધર્મવાળા હોવાથી કોઈપણ રીતે ઐક્યને પામી શક્તા નથી માટે બન્ને પરસ્પર અત્યંત ભિન્ન છે.
૧૯૪