________________
આ ઉપરના ત્રણે પક્ષો વાસ્તવિક રીતે યુક્તિ સંગત નથી કારણ કે પ્રમાણ કે વડ઼ે તો સામાન્ય-વિશેષાત્મક જ વસ્તુ જણાય છે જેમ ûઃ (ગાય) એ પ્રમાણે કહેવાયે છતે સામાન્ય જ ફક્ત જણાતું નથી પરંતુ વિશેષ પણ જણાય છે એટલે કે ગાયનું ભાન કરતાં ખરી ખાંધ-ગોદડી-પૂંછડું શીંગડા વિગેરે અવયવોથી યુક્ત વસ્તુસ્વરૂપ ‘સામાન્ય’ સર્વ ગાય વ્યક્તિમાં અનુસરનારું પ્રતીત થાય છે અને તેમાં જ મહિષ વિગેરેથી વ્યાવૃત્તિ પણ જણાય જ છે. અને તે જ વિશેષ એટલે સામાન્ય અને વિશેષ એમ ઉભયનો બોધ થાય છે “આ કાબરચીત્રી ગાય છે” આમાં ગોત્વ એ સામાન્ય અને કાબરચિત્રી એ વિશેષ બોધ સ્હેજે થાય છે. તેથી સામાન્યને છોડીને વિશેષ કોઇ સ્થળે જણાતું નથી અને વિશેષને છોડીને સામાન્ય ક્યાંય ઉપલબ્ધ થતું નથી તેથી જ કહ્યું છે કે વિશેષ વગરનું સામાન્ય લવિષાળવત્ = ગધેડાના શીંગડા જેવું એટલે અસત્ છે. તેમજ સામાન્યથી રહિત વિશેષો પણ ખરવિષાણ જેવા જ છે તેથી કરીને આ પ્રમાણે સામાન્ય-વિશેષાત્મક વસ્તુની પ્રતીતિ થતી હોવાથી એકાંતે સામાન્ય જ તત્ત્વ છે કે એકાંતે વિશેષ જ છે એ બન્ને એકાંતવાદ પરસ્પરનિરપેક્ષ સામાન્ય અને વિશેષ છે. આવું કથન પણ અનુભવથી ખંડિત થયેલું છે તેમ સંક્ષેપથી જાણવું,
કે
• इदानीं हेतुद्वयेन वस्तुनः सामान्य विशेषात्मकत्वं प्रसाधयन्तिવસ્તુ સામાન્ય વિશેષાત્મક છે તે બે હેતુ દ્વારા સિદ્ધ કરી બતાવે છેअनुगतविशिष्टाकारप्रतीतिविषयत्वात्, प्राचीनोत्तराकारपरित्यागोपादानावस्थानस्वरूप
પરિળત્યાડËયિાસામર્થ્યપટનાવ્યું ॥૧-૨૫
[સર્વે વસ્તુ સામાન્ય વિશેષાદિરૂપ અનેકાત્મક છે આ અનુમાન પ્રથમ સૂત્રમાં છે તેના બે હેતુ આ સૂત્રમાં જણાવે છે]
૧. અનુગત-આકાર અને વિશિષ્ટ-આકારની પ્રતીતિનો વિષય હોવાથી. ૨. પ્રાચીન આકારનો પરિત્યાગ, અને ઉત્તર આકારનું ઉપાદાન તથા દ્રવ્યપણે અવસ્થાન (ધ્રુવતા) સ્વરૂપની પરિણતિ દ્વારા જ અર્થક્રિયા કરવાનું સામર્થ્ય સંભવતું હોવાથી.
૧૯૫