________________
તદુત્પત્તિ અને તદાકારતાવાળું એવું જે જ્ઞાન છે તે જ્ઞાન જ પ્રતિનિયત અર્થનું બોધક છે કેવળ તદુત્પત્તિ કે તદાકારતા હોય તો પણ તે જડ હોવાથી બોધક
નથી.
આવું તમારું કથન તે પણ અવિતથ=સત્ય નથી સમાનવિષયવાળા એવા “સમત્તર પ્રત્યયથી” ઉત્પન્ન થનારા જ્ઞાનોની સાથે વ્યભિચાર આવે છે એટલે કે ઘટપટાદિ કોઇપણ એક વિષયને જણાવનારા સમયે સમયે જે ધારાવાહી જ્ઞાનો ઉત્પન્ન થાય છે તે “સમનત્તર પ્રત્યયોત્પન્ન જ્ઞાન કહેવાય છે જેમ કે ઘટને જાણવા માટે આપણે પ્રવર્યા પ્રથમક્ષણથી અંતર્મુહર્ત સુધી સતત તેના જ ઉપયોગમાં રહ્યા ત્યાં પ્રથમ સમયે ઘટનું જે જ્ઞાન મળ્યું તેનાથી બીજા સમયનું જ્ઞાન ઉત્પન્ન થાય છે આ રીતે પ્રત્યેક સમયમાં પૂર્વપૂર્વજ્ઞાનથી ઉત્તર ઉત્તરજ્ઞાનમાં તદુત્પત્તિ' પણ છે અને તદાકારતા પણ છે અને જ્ઞાનત્વ પણ છે. માટે સમાનવિષય વાળા સમનતર પ્રત્યયથી ઉત્પન્ન થયેલાં એવા દ્વિતીયક્ષણાવિત જે જ્ઞાન છે. તેમાં વ્યભિચાર આવશે કારણ કે તે જ્ઞાનો (૧) તદુત્પત્તિ (૨) તદાકારતા (૩) અને જ્ઞાનત્વ એમ ત્રણે ધર્મોથી યુક્ત હોવાથી પૂર્વે કહેલું એવું અર્થવ્યવસ્થાપકનું સમગ્ર લક્ષણ ત્યાં હોવા છતાં પણ તે તે ઉત્તરક્ષણવત જ્ઞાનો પોતપોતાના જનક એવા પૂર્વેક્ષણવતજ્ઞાનોને જણાવતા નથી તેથી તદુત્પત્તિ અને તદાકારતાવાળું જ્ઞાન તે વિષયનું બોધક છે એવું કહેવું સત્ય નથી પરંતુ જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષય અને ક્ષયોપશમ થવા વડે જ ઉત્પન્ન થયેલા સામર્થ્ય દ્વારા પ્રતિનિયત અર્થનો બોધ થાય છે. તેમ માનવું જોઇએ.
इति. बालबोधिन्या टिप्पण्या युक्ते श्री वादिदेवसूरि संदृब्धे श्री प्रमाणानयतत्त्वाऽऽलोके आप्ताऽऽगमवर्ण-पदवाक्य सप्तभङ्गीस्वरूपनिर्णाય: વતુર્થ પરિચ્છેદ્રઃ |
એ પ્રમાણે બાલબોધિની ટિપ્પણીથી યુક્ત શ્રી વાદિદેવસુરીશ્વરજી મહારાજ વિરચિત શ્રી પ્રમાણનયતત્યાલોકગ્રસ્થમાં આપ્તપુરુષ આગમ-વર્ણ પદ વાક્ય સપ્તભંગી સ્વરૂપને જણાવનારો ચોથો પરિચ્છેદ પૂર્ણ થયો..
૧૯૨