________________
કેમ કે પદાર્થની ઉપસ્થિતિ કે તેનો આકાર જેવું જ્ઞાનમાં તે વિષયની અસાધારણતા કંઇ છે જ નહીં છતાં આ ઘટ છે એવું જ્ઞાન જ્ઞેય દ્વારા ઉત્પત્તિ વિના અને આકારવિના જો થાય તો આ પટ છે એવું પણ જ્ઞાન થતાં કોણ રોકી શકે ? માટે પ્રતિનિયત બોધ કરવામાં પદાર્થ દ્વારા ઉત્પત્તિ અને એનો આકાર
જ તેમાં કારણરૂપ છે એમ બૌદ્ધો માને છે. તેની આ વાત સારી નથી કારણ કે વ્યભિચાર જણાતો હોવાથી તે આ પ્રમાણે- જો તદુત્પત્તિ અને તદાકારતા દ્વારા પ્રતિનિયત વિષયનું જ્ઞાન બોધક થતું હોય તો આ તદુત્પત્તિ અને તદાકારતા વ્યસ્ત (એકેક=ભિન્ન-ભિન્ન) હોય ત્યારે કે સમસ્ત (બન્ને સાથે) હોય ત્યારે પ્રતિનિયત અર્થના બોધક થાય છે? આ બેમાંથી તમને ક્યો પક્ષ માન્ય છે ? જો પ્રથમપક્ષ કહો તો કપાલની પ્રથમક્ષણ ઘટના અન્ત્યક્ષણનો વ્યવસ્થાપક [બોધ કરાવનાર] બનવો જોઇએ કારણ કે કેવલ=એકલી તદુત્પત્તિનો ત્યાં સંભવ છે ઘટથી જ કપાલની ઉત્પત્તિ થાય છે એટલે કે તેથી કપાલ અને કલશમાં તદુત્પત્તિનો સંબંધ છે પરંતુ એ પ્રમાણે તદુત્પત્તિ સંબંધ હોવા છતાં પણ અર્થનું જ્ઞાન થતું નથી માટે કેવલ તદુત્પત્તિ પક્ષ ન્યાયસંગત નથી.
કેવલ=એકલી તદાકારતાને જો પ્રતિનિયત અર્થની વ્યવસ્થાપક કહો તો એક સ્તંભ તેના જેવી જ આકૃતિવાળા સ્તંભાન્તરનો બોધક થવો જોઇએ કારણ કે તદુત્પત્તિરહિત કેવલ તદાકારતા બીજા સ્તંભમાં છે પરંતુ બીજો સ્તંભ પ્રથમ સ્તંભનો (તદાકારતા હોવા છતાં) બોધક થતો નથી માટે કેવલ તદાકારતા પણ બોધક નથી તેથી આ પક્ષને માનવો યુક્તિ સંગત નથી
હવે જો બીજો પક્ષ કહો તો એટલે તદુત્પત્તિ અને તદાકારતા બંને સાથે હોય ત્યારે જ પ્રતિનિયત અર્થના બોધક છે એમ જો કહો તો ઘટની ઉત્પત્તિ ની જે બીજોક્ષણ (ઉત્તરક્ષણ) તે જ ઘટના પૂર્વક્ષણનો વ્યવસ્થાપક (બોધક) બનવો જોઇએ. કારણ કે ઘટની તે ઉત્તરક્ષણ ઘટના પૂર્વક્ષણથી જ ઉત્પન્ન થયેલો છે માટે તદુત્પત્તિ પણ છે અને પ્રથમ સમયમાં જે ઘટાકારતા છે તેવી જ ઘટાકારતા દ્વિતીયક્ષણમાં વિદ્યમાન છે માટે તદાકાર છે તેથી બોધ થવો જોઇએ પણ બોધ થતો નથી માટે સમુદિત તદુત્પત્તિ અને તદાકારતા પણ વિષયના બોધક છે આ વાત યુક્તિયુક્ત નથી.
હવે કદાચ તમે એમ કહો કે કેવલ તદુત્પત્તિ કે તદાકારતા કે, સમુચિત તદુંત્પત્તિ કે તદાકારતા, પ્રતિનિયત અર્થના બોધક છે એમ કહેતા નથી પરંતુ
૧૯૧