________________
વાસક્ષેપ પૂર્વક તેમના શિષ્ય પં. સુમતિવિજય ગણિએ કરાવેલો, અને પ્રતિષ્ઠા વિ.સં. ૧૨૦૪ મહા સુ. ૧૩ ના આ. દેવસૂરિજીની આજ્ઞાથી આ. જિનચન્દ્રસૂરિએ કરાવી હતી.
ભોરલ તીર્થ : આચાર્યશ્રી થરાદ-વાવ પાસે પીપ્પલવાટકના જંગલમાંથી વિહાર કરતાં હતાં ત્યારે સિંહ સામે મળ્યો. આચાર્યશ્રીએ રેખા દોરતાં ચાલ્યો ગયો. સાથેના મુનિઓ સુધા-તૃષાથી પીડાતા હતા. આચાર્યશ્રી ધ્યાનમાં બેઠા. થોડીવારમાં ત્યાંથી સાર્થ નિકળ્યો. ગોચરી-પાણી વહોરાવી સુપાત્રદાનનો લાભ લીધો.
આ સ્થળે પછી ભાલતીર્થ થયું. (આ સ્થળ દેવતભેડા તરીકે જાણીતું છે.)
મહેલમાંથી પૌષધશાળા પાટણમાં મહામાત્ય સાંતનૂએ ૮૪ લાખ રૂપિયા ખર્ચો ભવ્ય મહેલ બનાવેલો. લોકો એના વખાણ કરતાં થાકતાં નહીં. આ. દેવસૂરિ મ.સાને મંત્રીએ ગૃહાંગણે પગલાં કરાવ્યા. આચાર્યશ્રી બિલકુલ મૌન હતા. મંત્રીએ નાના મહારાજને પૂછ્યું : “આચાર્ય ભગવંત આ મહેલ વિષે કેમ કંઈ બોલતા નથી. શું આમાં કંઈ ખામી છે ?”
મુનિરાજ કહે: “ગૃહસ્થને રહેવાના મકાનની અમારે પ્રશંસા કરવાની ન હોય. હા, આ ધર્મસ્થાન હોય તો અવશ્ય એના માટે પ્રસંશાના શબ્દો બોલી શકાય.'
મંત્રીએ ત્યાં જ ઘોષણા કરી કે- આ મહેલને હું પૌષધશાળા તરીકે આજથી જાહેર કરું છું.” અને તરત આચાર્યશ્રીએ પ્રશંસા કરતાં કહ્યું : ધર્મઆરાધના કરવા માટે બહુ સરસ મકાન છે. અહીં જે કંઈ આરાધના થશે એનું પુણ્ય તમને મળશે. આચાર્યશ્રીના વેણ સાંભળી મંત્રી પ્રસન્ન બની ગયા.
આ. શ્રી વાદિદેવસૂરિ મ.સા. રચિત ગ્રંથો. ૧ પ્રમાણનય તત્ત્વાલનકાલંકાર ૩૭૪ મૂળ સૂત્ર (ઘણાં સ્થળેથી પ્રકાશિત) ૨ સ્યાદ્વાદ રસાકર' ઉપરોક્ત ગ્રંથ ઉપર વિશાળકાળ (૮૪000 શ્લોક
પ્રમાણ) ટીકા વર્તમાનમાં અપૂર્ણ મળે છે. મનસુખભાઈ ભગુભાઇ, અમદાવાદ, મોતીલાલ લદ્ધાજી પુના વગેરે સ્થળેથી
પ્રકાશિત. વી.સં. ૨૪૫૩ થી ૨૪૫૭ ચારભાગમાં. ૩ મુણિચંદસૂરિગુરુ થઇ, ગા. ૨૫
૧૮