________________
સિદ્ધ કરી આપતાં આ. કુમુદચન્દ્રની દલીલ રદ થઇ.
આખરે શ્વેતાંબરોના વિજય થયો. આ. કુમુદચન્દ્રે સ્વીકાર્યું આ. દેવસૂરિ મહાન છે.
રાજા સિદ્ધરાજે આ. દેવસૂરિને વાદીન્દ્રનું બિરૂદ આપ્યું અને વિજયપત્ર લખી આપ્યો.
ભવ્ય વિજય મળવા છતાં આ. દેવસૂરિજી એટલા જ શાંત અને સ્વસ્થ જણાતાં હતા. એમણે કહ્યું : “હારનારનો કોઇએ તિરસ્કાર ન કરવો.’’
આ. કુમુદચંદ્ર પાછલા બારણેથી ચાલ્યા ગયા. આ. દેવસૂરિ ભવ્ય સામૈયા સાથે રાજદરબારથી નિકળ્યા રાજા સિદ્ધરાજ જયસિંહ આચાર્યશ્રીના હાથનો ટેકો ઝીલીને ચાલતો હતો. શ્વેતાંબરોના હૈયામાં હરખ સમાતો ન હતો.
આ વિજયની ખુશાલીમાં સિદ્ધારાજે છાલા વિગેરે ૧૨ ગામ અને એક લાખ રૂા. આચાર્યશ્રીને આપવા ઘોષણા કરી.
આચાર્યશ્રીએ કહ્યું : જૈન સાધુ અકિંચન હોય છે. અમે આવું દાન સ્વીકારતાં નથી. છેવટે રાજાએ આ રકમમાંથી ભવ્ય જિનાલય બંધાવ્યું. રાજવિહાર તરીકે પ્રસિદ્ધ થયેલા આ જિનાલયમાં ૮૫ આંગળની વિશાળકાય શ્રી ઋષભદેવ ભગવંતની પિત્તળની પ્રતિમાની પ્રતિષ્ઠા વિ.સં. ૧૧૮૩ ના વૈ. સુ. ૧૨ ના દિવસે આચાર્ય દેવસૂરિ આદિ ચાર કુલના આચાર્યોની નિશ્રામાં થઇ.
આ વિજયની ખુશાલીમાં મંત્રી આલિકે સિદ્ધપુરમાં ચતુર્મુખ જિનપ્રસાદ બનાવ્યો. એની પ્રતિષ્ઠા વિ.સં. ૧૧૯૮માં આ. દેવસૂરિના હસ્તે થઇ.
આરાસણ (કુંભારિયાજી) માં પાર્સિલશ્રેષ્ઠિએ બંધાવેલા નેમિનાથ ભ. ના જિનાલયની પ્રતિષ્ઠા પણ આ. દેવસૂરિના હસ્તે વિ.સં. ૧૧૯૩ (અથવા વિ.સં. ૧૨૨૬) માં થઇ.
ફલોદિ તીર્થ ઃ આ. દેવસૂરિ મ. એ શાકંભરી તરફ વિહાર કર્યો ત્યારે મેડતામાં ચાતુર્માસ અને ફલોદિમાં માસકલ્પ કર્યો હતો. આ સમયે શ્રી પાર્શ્વનાથ
ભ. ની પ્રતિમા પ્રગટ થઇ હતી.
આ પ્રતિમાનો જિનાલયમાં પ્રવેશ વિ.સં. ૧૧૯૯ ફા.સુ. ૧૦ આચાર્યશ્રીના
૧૭