SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ આખી વાત જુદા પાટે ચડાવી દીધી. અને કહ્યું તર્ક તું શ્વેત મવતિા છાસ ધોળી હોય છે. પીળી નથી હોતી. આ. કુમુદચન્દ્ર ગુસ્સે થયાઃ તું બાળક છે? વાતોસા આ. હેમચન્દ્રસૂરિએ આ પ્રશ્નનો જવાબ તો દિગંબરના લમણામાં વાગે એવો જોરદાર આપ્યો “બાળક તે છે જેને લંગોટી પણ ન પહેરી હોય. !” આ. કુમુદચંદ્રને ઘણો ગુસ્સો ચડ્યો પણ આ નવયુવાનો એને ક્યાં ગાંઠે એવા હતા. શાસ્ત્રાર્થનો સમય થયો. આ. કુમુદચંદ્ર : અમારો સિદ્ધાંત આ છે. : केवलि हूओ न भुंजइ, चीवरसहियस्स नत्थि निव्वाणं । इत्थी हुआ न सिज्झइ, मयमेयं कुमुदचंदस्स ॥ કેવળી આહાર ન કરે સવસ્ત્ર મોક્ષે ન જવાય, સ્ત્રી મોક્ષે ન જાય. આ. દેવસૂરિએ શ્વેતાંબર મત જાહેર કર્યો. કેવલી પણ ભોજન કરે, સવસ્ત્ર પણ મોક્ષે જઈ શકે સ્ત્રી પણ જઈ શકે. શાસ્ત્રાર્થની પ્રતિજ્ઞા આ પ્રમાણે હતી. દિગંબરો હારે તો પાટણ છોડે. શ્વેતાંબરો હારે તો દિગંબર મત સ્વીકારે. જો કે આ પ્રતિજ્ઞા પક્ષપાત ભરેલી હતી પરંતુ આ. દેવસૂરિજીને વિજયની પૂરી શ્રદ્ધા હતી માટે સ્વીકારી. વાદિવેતાલ આ. શાંતિસૂરિ મ.સા. એ ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર વિસ્તૃત ટીકા રચી છે. એ ટીકામાં આપેલી સ્ત્રી-મુક્તિ અંગેની દલીલો આ. દેવસૂરિ મ.સા. એ સડસડાટ ચાલુ કરી. આચાર્યશ્રીએ પોતાની યુક્તિઓ ત્રણ વખત દોહરાવી છતાં, આ. કુમુદચન્દ્ર તે ધારી શક્યા નહીં. એ કહે : આ વાદને વસ્ત્ર ઉપર લખી લો. લવાદ તરીકે બેઠેલા મહર્ષિ નામના પંડિતે કહ્યું : વાદી લખવાનું કહે છે એટલે મૌખિક ચર્ચા પૂર્ણ થાય છે. મૌખિક ચર્ચામાં શ્વેતાંબરોને જિતેલા જાહેર કરવામાં આવે છે. લેખિત ચર્ચા લેખિત ચર્ચામાં આ. દેવસૂરિજીની દલીલો વાંચી આ. કુમુદચંદ્ર કહેઃ કોટ કોટી શબ્દ અશુદ્ધ છે. પણ ત્યાં ઉપસ્થિત વ્યાકરણશ કાકલ કાયસ્થ એ શબ્દ શુદ્ધ હોવાનું નિયમોથી ૧૬
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy