________________
પાટણ પહોંચી રાજ્યના અગત્યના અધિકારીઓને લાંચ-રુશ્વત દ્વારા પોતાના તરફી બનાવવા પ્રયત્નો ચાલુ કરી દીધા, કેટલાક પંડિતો દિગંબર તરફી બની
ગયા.
શેઠ થાહડ અને શેઠ નાગદેવને આ ઘટનાની ખબર મળતાં એમણે પણ આ પદ્ધતિએ પંડિતોને શ્વેતાંબર તરફી બનાવવા વિચાર્યું. પણ, આ દેવસૂરિ મ. એ કહ્યું : ધનના બળથી વિજય મેળવવાનો અર્થ નથી. તમે ચિંતા ન કરો. દેવગુરુ કૃપાથી બધું સારું થશે.
રાજા સિદ્ધરાજે પંડિતો મોકલી બન્ને પક્ષના પ્રતિજ્ઞા પત્રો લખાવ્યા. દિગંબરાચાર્ય કર્ણાટક બાજુના હતા. અને મીનળદેવીનું પીયર પણ કર્ણાટક હોવાથી આ. કુમુદચન્દ્રે મીનળદેવીનું વલણ પોતાના તરફ ફેરવ્યું હતું.
કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજીએ રાજમાતા મીનળદેવીને કહ્યું કે દિગંબરો એ સિદ્ધ કરવા માંગે છે કે સ્ત્રી ગમે તેટલો ધર્મ કરે તો પણ એ મોક્ષમાં જવા હકદાર નથી. જ્યારે અમે એ સિદ્ધ કરવા માંગીએ છીએ કે મોક્ષમાં જવા માટે સ્ત્રી પણ પુરુષ જેટલી જ અધિકારીણી છે. આ વાત જાણ્યા પછી મીનળદેવીએ પોતાનું વલણ તટસ્થ બનાવી દીધું.
વાદ પ્રારંભ
વાદ માટે વૈશાખ સુ.૧૫ વિ.સં. ૧૧૮૧નો દિવસ નક્કી થયો.
આ. દેવસૂરિજી, આ. હેમચન્દ્રસૂરિજી, આ. જયસિંહસૂરિ, આ. યશોભદ્રસૂરિજી, આ. શ્રીચન્દ્રસૂરિ, આ. રાજવૈતાલિક, વગેરે અને કવિ શ્રીપાલ વગેરે શ્રાવકો શ્વેતાંબર પક્ષે બેઠા અને સામે પક્ષે આ. કુમુદચંદ્ર અને ત્રણ કેશવ પંડિતો વગેરે બેઠા.
શાસ્ત્રાર્થને થોડી વાર હતી. આ કુમુદચન્દ્રમાં વધુ પડતો આત્મવિશ્વાસ હતો. આ. હેમચન્દ્રસૂરિ છત્રીસ વર્ષના નવયુવાન હતા. આ. દેવસૂરિજીની વય પણ આડત્રીસ વર્ષની હતી. આવા યુવાનીઆઓને વાદ-વિવાદનો શું અનુભવ હોય? એમ માની આ. કુમુદચન્દ્રે પૂછ્યું :
ત પૌતમ્ ? છાશ પીધી છે ? છોકરાથી છાસ ન પીવાય એવું દિગંબરનું કહેવું હતું. આ. હેમચન્દ્રસૂરિ હાજર જવાબી. તરત ઇંટનો જવાબ પત્થરથી આપ્યો.
૧૫