________________
ઠપકો આપતાં કહે : તમને મોટા આ. મા. (મુનિચન્દ્રસૂરિજી)એ શાસ્ત્રો અને ન્યાયના ગ્રંથો શા માટે ભણાવ્યા છે ? તમારા જેવા વિદ્વાન બેઠા હોય અને દિગંબરો અમારી વિડંબના કરે તો તમારી વિદ્વત્તા શા કામની ?” .
આચાર્ય દેવસૂરિજીએ સાધ્વીજીને સમજાવી ઉપાશ્રયે મોકલ્યા. આ. કુમુદચન્દ્ર જોડે વાદ કરવો એવો નિર્ણય કર્યો. પણ, એ પાટણની રાજસભામાં, કર્ણાવતીમાં નહીં. કેમકે રાજધાની અણહિલપુર પાટણ હતી. સિદ્ધરાજની સભામાં વાદમાં વિજય મેળવવાથી શાસન-પ્રભાવના પણ ઘણી થાય. . .
૫. માણેકચંદ્ર પાસે પાટણના સંઘ ઉપર પત્ર લખાવ્યો. ‘અમારી ઇચ્છા ત્યાં રાજસભામાં દિગંબર વાદી જોડે વાદ કરવાની છે.”
ખેપિયો પત્ર લઈ રવાના થયો નવ કલાકમાં પાટણ પહોંચ્યો.
સંઘે પત્ર વાંચ્યો. અને તરત ઉત્તર લખ્યો. આપ પાટણ પધારો. અમે પણ આપનો વિજય જોવા ઉત્સુક છીએ. આ કામ નિર્વિઘે પાર પડે તે માટે મંગલ તરીકે અહીં ૩૦૭ શ્રાવક-શ્રાવિકાઓએ આયંબિલ શરૂ કર્યા છે.
ચાતુર્માસ પૂર્ણ થયે આ. દેવસૂરિજીએ આં. કુમુદચન્દ્રને કહ્યું: “શાસ્ત્રાર્થ કરવો હોય તો પાટણ આવો. પાટણની રાજસભામાં શાસ્ત્રાર્થ કરવા અમે તૈયાર છીએ.”
આ. કુમુદચંદ્ર કહે : “ભલે, હું પણ પાટણ આવીશ.”
આ. દેવસૂરિએ વિહાર કર્યો. વિજયના સૂચક સરસ શુકનો થયા. પાટણ પહોંચી સિદ્ધારાજને મળ્યા.
* , આ. કુમુદચન્દ્ર કર્ણાવતીથી વિહાર કર્યો ત્યારે અશુભ શુકનો થવા છતાં એને ગણકાર્યા વિના એણે પાટણમાં પ્રવેશ કર્યો.
૧ પ્રભાવક ચારિત્ર (૨૧/૧૩૬)મુજબ આ. દેવસૂરિજીની પ્રયાણ કુંડલી આ પ્રમાણે છે. (પ્રમાણનય : “મુનિ હિમાંશુ વિ.ની પ્રસ્તાવના માંથી)
( ૧૨ કે. / ૧સૂ.
૨
(
૭ચં
(
૬ રા.
૧૪