________________
ચોમાસા દરમિયાન આ. દેવસૂરિ મ.સા. ને વાદ-વિવાદમાં ખેંચવા દિગંબરાચાર્યે ઘણાં પ્રયત્નો કર્યા. આ. દેવસૂરિજી પ્રશમરસના ભંડાર હતા. તેઓ ગુસ્સે ક્યારે પણ થતાં નહીં. દિગંબરાચાર્ય શિખવાડી મોકલેલા ચારણો વગેરેએ આ. દેવસૂરિજીને વાદ માટે ઉશ્કેરવા ઘણાં પ્રયત્ન કર્યો પણ બધાં નિષ્ફળ ગયા. માણિજ્યમુનિએ કુમુદચન્દ્ર મોકલેલા ચારણોને જડબાતોડ જવાબ આપવા માંડ્યા પણ આચાર્યશ્રીએ એમને રોક્યા.
છેવટે આ. કુમુદચન્દ્ર આ. દેવસૂરિજીના એક વયોવૃદ્ધ સાધ્વીજીને રસ્તા વચ્ચે ઊભા રાખ્યા. અને “દિગંબર મત સાચી છે. સ્ત્રીને મુક્તિ ન હોય. તમારો મત ખોટો છે. તમારા આચાર્યમાં શક્તિ હોય તો મારી જોડે વાદ કરે.” વગેરે બાબતો કહી.
વૃદ્ધ સાધ્વીજીને આ રીતે દિગંબરાચાર્ય રસ્તા વચ્ચે ઊભી રાખી આવી કર્થના કરી તે ઘણું ખૂચ્યું. સાધ્વીજી તુરંત આ. દેવસૂરિ મ. પાસે આવ્યા. અને શત્રુંજય મહાસ્યના રચયિતા ધનેશ્વરસૂરિજી જુદા છે. આ જે ઘટના બની એની ચોંટ દીગંબર પરંપરામાં ઊંડી લાગી-જ્યારે કુમુદચંદ્ર ભટ્ટારક ગાદીએ આવ્યા ત્યારે તેમણે મનમાં ગાંઠ વાળી કે એકવાર શ્વેતાંબરોને વાદમાં હરાવવાને તેમને દિગંબર બનાવવા–તેમણે રાજકીય વગપણ વધારેલી સિદ્ધરાજ જયસિંહ સાથે અને તેના અધિકારી વર્ગ સાથે પણ ઘરોબો કેળવેલો. થોડો વર્ષ રાહ જોઇ પણ કોઇ લેતાંબરાચાર્ય એવા ન મળ્યા. વાદ કરવા મુરાદ બર લાવવા હલકો ઉપાય અજમાવ્યો એક વખત પાટણમાં એક વયોવૃદ્ધ સાધ્વીજી ગામ બહાર સ્પંડિલ ભૂમિએથી પાછા ફરતા હતા ત્યારે કુમુદચન્દ્ર ભટ્ટારકના માણસોએ તેમને રસ્તા વચ્ચે આંતર્યા અને તેમની પાસે નાચ કરાવ્યો-સાધ્વીજી દ્વારા પાટણના સંઘને કહેવામાં આવ્યું અને પાટણનો સંઘ રાજનગર (કર્ણાવતી)માં બિરાજમાન શ્રી દેવસૂરીશ્વરજી મહારાજ પાસે ગયો અને આદિ. કુમુદચન્દ્ર દ્વારા સાધ્વીજીના થયેલા અપમાનની વાત કરી. તે સાંભળીને શ્રી દેવસૂરીશ્વરજી મહારાજને ક્રોધ આવ્યો અને પ્રબંધમાં જણાવ્યું છે તે મુજબ શ્રી દેવસૂરીશ્વરજી મહારાજને જીંદગીમાં એક જ વાર ક્રોધ આવ્યો છે.-“જો શ્વેતાંબરો હારે તો બધા જ શ્વેતાંબરોએ દિગંબર બની જવું અને જો દિગંબર હારે તો દિગંબરોએ ગુજરાત છોડી જવું” આવી શરત મુકી. આવી વિચિત્ર શરત હોવા છતાં આચાર્ય શ્રીદેવસૂરીશ્વરજી મહારાજે સ્વીકારી. કુમુદચંદ્રના હૃદયમાં તીવ્ર ઠેષ હતો તેથી અધિકારીઓને પુષ્કળ પૈસા આપીને જ્યારે શ્રી દેવસૂરીશ્વરજી અને તેમનું શિષ્યવૃન્દ સભામાં આવે ત્યારે તેમનું અપમાન કરવું. એવું શીખવ્યું. મુખ પાસે મુહપત્તિ કેમ રાખે છે? કારણ કે તેમનાં મુખમાંથી દુર્ગધ આવે છે. માટે રાખે છે. આવું કહીને પાછા કાઢે છે. આવા પ્રસંગે કવિ ચક્રવર્તી શ્રીપાળ બહુ જ સક્રિય બન્યા છે. રાજાને વાસ્તવિક્તાથી માહિતગાર કર્યા બાદ જે થયો તેનો આંખે દેખ્યો અહેવાલ સંસ્કૃત સાહિત્યમાં ઐતિહાસિક નાટક કહેવાય તેવા મુકિત મુલર પ્રમ્ નામના નાટકમાં કવિ યશચન્દ્ર આપ્યો છે.