________________
વાદ કરવા માટેના દેવબોધિના પડકારને ઝીલવા કોઇ આગળ ન આવ્યું. છ મહિના વીતી ગયા. શ્લોકનો અર્થ કોઇ કરી શકતું નથી. રાજા સિદ્ધરાજને લાગ્યું કે પાટણની વિદ્વત્સભાની આમાં લઘુતા થાય છે. કોઇકે આનો અર્થ કરી આપવો જોઇએ.
અંબાપ્રસાદ નામના મંત્રિએ કહ્યું ઃ રાજન્ ! આ. શ્રી દેવસૂરિજી મ. જબરા વિદ્વાન છે. અને તેઓશ્રી હમણાં પાટણમાં બિરાજમાન છે.
રાજાની વિનંતીથી આચાર્યશ્રી પધાર્યા.
શ્લોકનો અર્થ એમણે આ પ્રમાણે કર્યો.
‘કોઇ દર્શન એક પ્રમાણ માને છે, કોઇ બે, ત્રણ ચાર, પાંચ કે છ પ્રમાણ માને છે. દેવબોધિ એવો હું ગુસ્સે થાઉં તો ષગ્દર્શનમાંથી એકપણ બાકી ન રહે.’ શ્લોકનો અર્થ સાંભળી દેવબોધિએ પણ કાનની બૂટ પકડી 'સ્વીકાર્યું કે આ અર્થ બિલકુલ સાચો છે.
આચાર્યશ્રીએ સિદ્ધારાજ જયસિંહ, નાગપુરના રાજા આહ્લાદન, કુમારપાલ વગેરે રાજાઓને પ્રતિબોધિત કર્યા હતા.
૩૫ હજાર અજૈનોને જૈન બનાવ્યા હતા. (ગચ્છમતપ્રબંધ પૃ. ૧૭૪) વિ.સં. ૧૧૭૯માં પાટણમાં થાહડે ભરાવેલા જિનાલયમાં શ્રી મહાવીરસ્વામી ભ. આદિ બિંબોની પ્રતિષ્ઠા આચાર્યશ્રીના હસ્તે થઇ.
દિગંબર જોડે વાદ.
આ. દેવસૂરિજીએ વિ.સં. ૧૧૮૦નું ચાતુર્માસ કર્ણાવતીમાં સિદ્ધ નામના શ્રાવકના ઉપાશ્રયમાં કર્યું. દિગંબરાચાર્ય કુમુદચંદ્રનું પણ કર્ણાવતીમાં જ ચોમાસું હતું દિગંબરાચાર્યનું શાસ્ત્રીયજ્ઞાન વિશેષ નહોતું છતાં વાદ-વિવાદ કરવાની એની ઇચ્છા પ્રબળ હતી. આ પૂર્વે ૮૪ વાદ જિતેલ હોવાથી ઘમંડ પણ હતો.૧
૧. (અહીં કેટલીક વિશેષતા અને કેટલોક ઘટનાભેદ પૂ. આ.ભ.શ્રી પ્રદ્યુમ્નસૂરિમ.સા.ના લેખના આધારે આ પ્રમાણે) પાટણમાં વાદ થયો તેના દોઢ-બે વર્ષ પહેલાં ચૈત્રવાલ નગરમાં એક શ્વેતામ્બરાચાર્ય શ્રી ધનેશ્વરસૂરિની સાથે, ત્યાં સ્થિરતા કરીને રહેલા એક દિગંબર આચાર્યે વાદ કરવાની તૈયારી કરી અને તેમાં એવી આકરી શરત (પણ) કરવામાં આવી કે જો દિગંબર હાર પામે તો અહીં રહેલા (૭૦૦) સાતસો દિગંબર સાધુએ શ્વેતાંબર પરંપરાનો સ્વીકાર કરવો. દિગંબર વાદી હાર્યા—સાતસો મુનિઓ શ્વેતાંબર પરંપરામાં ભળી શ્વેતાંબર સાધુઓ બની ગયા–તેમનો સમુદાય ચૈત્રવાલ ગચ્છ નામે જ ઓળખાવા લાગ્યો—આ આચાર્ય શ્રી ધનેશ્વરસૂરિજી જુદા છે. કે
૧૨