________________
હવે ત્રણેના દષ્ટાન્ત અનુક્રમે રજુ કરાય છે. यथा समस्ति समस्तवस्तुवेदी, क्षितिधरकन्धरेयं । ધૂમથ્યનેવતી, ધ્વનિ પ્રતિમાન્ ! રૂ-૨૨ /
(૧) જેમ કે – સમસ્ત વસ્તુને જાણનારા કોઇક (સર્વજ્ઞ) છે જ (૨) પર્વતની આ ટોચ (શિખર) અગ્નિવાળી છે. (૩) શબ્દ પરિણતિવાળોપર્યાય-વાળો (અનિત્ય) છે આ ત્રણે અનુક્રમે વિકલ્પથી, પ્રમાણથી અને 'ઉભયથી પક્ષની સિદ્ધિના ઉદાહરણો છે.
___ 'समस्तवस्तुवेदी समस्ति' इत्यत्र समस्तवस्तुवेदी सर्वज्ञो धर्मी, तस्य च विकल्पेन प्रसिद्धिः, नहि हेतुप्रयोगात् पूर्वं विकल्पं विहाय सर्वज्ञः केनापि प्रमाणेन सिध्यति । 'क्षितिधरकन्धरेयं धूमध्वजवती' इत्यत्र धर्मिभूतायाः क्षितिधरकन्धरायाः प्रत्यक्षेणैव प्रसिद्धिः । ध्वनिः परिणतिमान्' इत्यत्र धर्मिणोध्वनेः प्रमाणेन विकल्पेन च प्रसिद्धिः, श्रूयमाणस्य शब्दस्य प्रत्यक्ष-प्रमाणेन, अतीतानागतयोस्तु विकल्पेन प्रसिद्धिरिति विवेकः ॥ २२ ॥
(૧) “સર્વજ્ઞ (સમસ્તવસ્તુવેદી) છે, આવા પ્રકારના અનુમાનમાં સમસ્તવસ્તુવેદી એવો જે પક્ષપ્રયોગ કરવામાં આવ્યો છે તે ધર્મીની પ્રસિદ્ધિ વિકલ્પડે છે. કારણ કે હેતુના પ્રયોગવડે અસ્તિત્વ સિદ્ધ કરવાનું છે. સિદ્ધ થયેલ નથી. તેથી હેતુના પ્રયોગપૂર્વે મનની કલ્પનામાત્રરૂપ વિકલ્પને છોડીને બીજા કોઈ પ્રમાણથી સર્વજ્ઞની (પક્ષની) સિદ્ધિ થતી નથી.
| (૨) “આ પર્વતની શિખા અગ્નિવાળી છે.” આવા પ્રકારના બીજા અનુમાનમાં ધમસ્વરૂપ એવો પર્વત પક્ષ છે. તે ચાક્ષુષપ્રત્યક્ષથી સિદ્ધ છે.
(૩) “શબ્દ પરિણતિવાળો છે. આ ત્રીજા અનુમાનમાં ધમ એવા શબ્દની પ્રસિદ્ધિ પ્રમાણવડે અને વિકલ્પ વડે છે. અહિં વર્તમાન કાલીન સાંભળતો એવો શબ્દ શ્રોત્રસંબંધી પ્રત્યક્ષ પ્રમાણથી પ્રસિદ્ધ છે, પરંતુ, જે શબ્દો બોલાઈ ચૂક્યા છે (અતીત) અને જે શબ્દો ભાવિકાળમાં બોલવાના છે તે (અનાગત) શબ્દો (સંભળાતા ન હોવાથી શ્રોત્રજન્ય પ્રત્યક્ષ પ્રમાણથી ગ્રાહ્ય નથી, તેથી વિકલ્પમાત્રવડે તેની સિદ્ધિ થાય છે. એટલે કે અહીં ધર્મીભૂત એવા શબ્દો ત્રણેકાળના અને સર્વે દેશના ગ્રહણ કરવાના છે તેથી શબ્દરૂપ ધર્મી અંશતઃ વિકલ્પથી અને અંશતઃ પ્રમાણથી પ્રસિદ્ધ છે.
GO