________________
વિશેષાર્થ: (૧) પ્રમાણવડે કરીને જે પક્ષનું અસ્તિત્વ કે નાસ્તિત્વ સિદ્ધ નથી એવા ધમ મનનો વિકલ્પ સિદ્ધ કરે છે. વિકલ્પસિદ્ધ ધર્મીમાં સત્તા કે અસત્તા બે જ સાધ્ય થઈ શકે છે. જેમ કે- સર્વજ્ઞ છે અહીં હેતુનો પ્રયોગ કર્યા પહેલા વિકલ્પ વિના બીજા કોઈ પ્રમાણથી સર્વજ્ઞરૂપ ધર્મા પ્રસિદ્ધ નથી. સર્વજ્ઞની સિદ્ધિ માટે કે નિષેધ માટે કોઇપણ હેતુ આપવો પડશે માટે તેનું અસ્તિત્વ કે નાસ્તિત્વ હજુ સિદ્ધ નથી તે પદાર્થ મનના વિકલ્પથી સિદ્ધ માનીને પક્ષ બનાવવામાં આવે છે જેમ કે નાતિ વિષા: આ પણ વિકલ્પધર્મી છે.
(૨) પ્રત્યક્ષથી અથવા અન્ય કોઈ પ્રમાણથી જેનું અસ્તિત્વ નિશ્ચિત છે તે પ્રમાણસિદ્ધ ધર્મી કહેવાય છે. જેમ કે પર્વતનીશિખા પ્રત્યક્ષથી દેખાય છે.
(૩) જે પદાર્થનો કોઇક અંશ પ્રમાણથી સિદ્ધ હોય અને કોઇક અંશ પ્રમાણ ગ્રાહ્ય હોય તે ધમને પ્રમાણ અને વિકલ્પ સિદ્ધ કહેવામાં આવે છે.
अधुना परार्थानुमानं प्ररूपयन्ति - પરાર્થ - અનુમાનું સ્વરૂપ બતાવે છે. पक्षहेतुवचनात्मकं परार्थानुमानम् उपचारात् ॥ ३-२३ ॥ પક્ષ અને હેતુના પ્રતિપાદનવાળું વચન તે ઉપચારથી પરાર્થનુમાન છે.
'पर्वतो वह्निमान् धूमात्' इत्याकारकं पंक्षहेतुवचनात्मकं परार्थमनुमानम्, उपचारात्-पक्षहेतुवचनस्य जडत्वेन मुख्यतः प्रामाण्यासम्भवात् तत्रानुमानशब्दप्रयोगः कारणे कार्योपचारादौपचारिकः, बोधव्यगतं ज्ञानं कार्य, तस्य च कारणं पक्षहेतुवंचनम् । अथवा कार्ये कारणोपचारात्, वक्तृगतं स्वार्थानुमानं कारणं तस्य पक्षहेतुवचनं कार्यमिति ॥ २३ ॥ - પર્વતો વદ્વિમાન (પક્ષ) ધૂમતુ (હેતુ) આ પ્રમાણે પક્ષ અને હેતુ એમ બે વચનાત્મક પરાર્થ-અનુમાન છે અને તે પણ ઉપચારથી એટલે કે પક્ષ હેતુ રૂપે બોલાતું વચન ભાષાવર્ગણાનાપુગલો માત્ર હોવાના કારણે જડ હોવાથી તેમાં પ્રમાણતાનો સંભવ નથી, તેમાં અનુમાનપ્રમાણ એવા શબ્દનો પ્રયોગ કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી થાય છે. એટલે બોધ કરવા યોગ્ય એવું જે જ્ઞાન તે કાર્ય છે. અને તેનું કારણ પક્ષહેતુ વચન છે. અથવા તો કાર્યમાં કારણનો ઉપચાર આ પ્રમાણે વક્તામાં રહેલું સ્વાર્થ-અનુમાન છે કારણ અને પક્ષહેતુવચન તે કાર્ય છે.
૯૧