________________
અનુમતિ રૂપ જે બોધ તે આનુમાનિક પ્રતિપત્તિ છે. તે કાળે ‘પર્વતો વતિમાન' એવા સ્વરૂપવાળો ધર્મથી વિશિષ્ટ એવો ધર્મી સાધ્યપદવડે જણાવાય છે. જેનું બીજું નામ પક્ષ છે.
આવા
વિશેષાર્થ : આ પર્વતમાં અગ્નિ છે કારણ કે પર્વત ધૂમવાળો હોવાથી, આ અનુમાનપ્રયોગ કરતી વખતે ધર્મથી યુક્ત ધર્મી સાધ્ય બને છે. સમયે અગ્નિ છે, કારણ કે મહોવાથી, આટલું જ કહેવું પર્યાપ્ત નથી. કારણ કે અગ્નિનું અસ્તિત્વ માત્ર સિદ્ધ કરવું આ જ માત્ર અનુમાનનું પ્રયોજન નથી પરંતુ અહીં પર્વતમાં અગ્નિને સિદ્ધ કરવો તે ઇષ્ટ છે. આથી અનુમાનના સમયે ધર્મથીયુક્ત પક્ષ એ સાધ્ય બને છે. તાત્પર્ય એ છે કે પર્વત પણ પ્રસિદ્ધ છે. અગ્નિ પણ સિદ્ધ છે. પરંતુ અગ્નિવાળો પર્વત સિદ્ધ નથી, આથી તે જ સાધ્ય હોવું જરૂરી છે. સારાંશ આ પ્રમાણે છે કે વ્યાપ્તિકાળે વહ્નિ આદિ રૂપ ધર્મ માત્ર સાધ્ય બનશે અને અનુમિતિ કાળે વહ્નિથી વિશિષ્ટ એવો ધર્મી જે પર્વત વિગેરે છે તે સાધ્ય બનશે.
प्रसिद्ध धर्मीत्युक्तम् । अथ यतोऽस्य प्रसिद्धिस्तदभिदधति પૂર્વસૂત્રમાં પ્રસિદ્ધ ધર્મી કહ્યો તે ધર્મીની પ્રસિદ્ધિના પ્રકારો જણાવે છે. धर्मिणः प्रसिद्धिः क्वचिद् विकल्पतः,
कुत्रचित् प्रमाणतः वापि विकल्प प्रमाणाभ्याम् ॥३-२१॥ ધર્મી એવા પક્ષની પ્રસિદ્ધિ ક્યારેય વિકલ્પમાત્રથી ક્યારેક પ્રમાણથી અને ક્યાંક વિકલ્પ અને પ્રમાણ એમ ઉભયથી થાય છે.
ધર્મિળ:-પર્વતાવેઃ ॥ ૨ ॥ સુગમ છે માટે ટીકા કરી નથી. વિશેષાર્થ : પૂર્વસૂત્રમાં પ્રસિદ્ધ એવો ધર્મી સાધ્ય બને એમ કહ્યું તેથી શંકા થાય છે; ધર્મીની પ્રસિદ્ધિ કોનાથી થાય ? તેના સમાધાન માટે ત્રણ પ્રકારો બતાવ્યા છે. (૧) કોઇ અનુમાનમાં વિકલ્પથી એટલે કે મનના અધ્યવસાયમાત્રથી કલ્પનાદ્વારા ધર્મીની પ્રસિદ્ધિ થાય છે. (૨) ક્યાંય પ્રત્યક્ષાદિ પ્રમાણથી થાય છે. (૩) કોઇક સ્થળે વિકલ્પ અને પ્રમાણ એમ બંનેવડે થાય છે.
अथात्र क्रमेणोदाहरन्ति
1
૮૯