________________
વિદિશ ષ: અહીં પણ તેવા પ્રકારની વિસંસ્કૃશતાનું જે જ્ઞાન થાય છે તે પ્રત્યભિજ્ઞાન થીં જ થાય છે. | સ વાર્થ વિનત્ત: તે જ આ જિનદત્ત છે આ ઉર્ધ્વતા સામાન્યનું ઉદાહરણ છે. અને સૂત્રમાં આપેલા આદિ શબ્દથી તે જ આ અગ્નિ મારવડે અનુમાન કરાય છે. (કે જે મારાવડે ગઇકાલે અનુમાન કરાયો હતો.) તે જ અર્થ આના વડે કહેવાય છે. (કે જે પૂર્વે આચાર્ય મ.સા. વડે કહેવાયો હતો) વિગેરે સ્મરણસહિત અનુમાન અને સ્મરણસહિત આગમ પ્રમાણ વિગેરેથી જન્ય જે જ્ઞાનો છે તે પ્રત્યભિજ્ઞાન છે.
વિશેષાર્થ તિર્યસામાન્ય ના બે ઉદાહરણો શા માટે બતાવ્યા? સર્વે ગાયો ગાયપણે સમાન છે એવું એક ઉદાહરણ તિર્યસામાન્યનું બતાવવા છતા “ગાયના સરખું ગવય” કહેવાય આવા પ્રકારનું આ જ સૂત્રમાં બીજું ઉદાહરણ બતાવ્યું છે તે નૈયાયિક વિગેરેના કદાગ્રહને દૂર કરવા માટે બતાવ્યું છે. કારણ કે- “ગાય સરખુ ગવય' કહેવાય છે તે જ્ઞાનને નૈયાયિક ભિન્ન પ્રમાણ રૂપે ઉપમાન પ્રમાણ કહે છે. પરંતુ તૈયાયિકોનું આ કથન ઉચિત નથી. કારણ કે- ગાય ગાય વચ્ચે સમાનતા બતાવાય છે. તે સંકલનાત્મક જ્ઞાન હોવાથી પ્રત્યભિજ્ઞાન છે તેવીજ રીતે ગાય અને ગવય વચ્ચે પણ સંદેશતા બતાવનારું આ જ્ઞાન પણ સંક્લનાત્મક જ છે માટે પ્રત્યભિજ્ઞાન છે. જો આવા જ્ઞાનને પ્રત્યભિજ્ઞાનથી જુદુ પાડીને ઉપમાન પ્રમાણાન્તર માનવામાં આવે તો ગાયથી વિદેશ જે પ્રાણીં તે મહિષ છે આ જ્ઞાનને પણ પ્રત્યભિજ્ઞાન અને ઉપમાનથી કોઈ જુદુજ પ્રમાણ માનવાની આપત્તિ આવશે અને આ રીતે જો ભિન્ન ભિન્ન પ્રમાણો કલ્પીએ તો પ્રમાણની પ્રતિનિયત સંખ્યાનો વિચ્છેદ જ થઈ જાય.
ટીકામાં આપેલ “ અવયં વહ્નિનુમીયતે કયા' આ દૃષ્ટાન્ન પૂર્વે કરેલા અનુભવથી થયેલ સ્મરણની પ્રધાનતાવાળા અનુમાનથી જન્ય છે તથા “ત વાર્થોડાયુષ્યતે' પૂર્વે આગમનો અર્થ સાંભળીને અનુભવ કરેલો છે તેનાથી જન્ય સ્મૃતિ અને આગમ એમ ઉભયજન્ય આ બોધ છે તેમ જાણવું.
तर्कस्य लक्षणम् - તર્ક-જ્ઞાનનું લક્ષણ સદૃષ્ટાન્ત જણાવે છે.
૭૫.