________________
સાથે જ હોય છે. સામાન્ય= સશિતા. તે બે પ્રકારની છે. (૧) તિર્યસામાન્ય (૨) ઉર્ધ્વતા સામાન્ય.
વિષયનિરૂપણ ભિન્ન ભિન્ન દ્રવ્યમાં એક જ કાળે પ્રગટ થયેલા બનેલા) સરખે સરખા પર્યાયમાં જે એકત્વની બુદ્ધિ-પ્રતીતિ તે તિર્યસામાન્ય છે. જેમ કે ભિન્ન ભિન્ન કલરવાળી ૧૦૦ ગાયો છે. સર્વે ગાયોમાં આત્મદ્રી સૌનું ભિન્ન ભિન્ન છે પરંતુ અત્યારે વર્તમાનકાળે “ગોત=ગાયપણામાં સરખા પર્યાયને તેઓ પામેલી છે તેવી રંગબેરંગી અને ભિન્ન ભિન્ન છે આત્મદ્રવ્ય જેનું એવી તે ગાયોમાં ગોવાદિ સ્વરૂપ (ગાયપણું ચારપગવાળાપણું પુંછડાવાળાપણું સામ્બાવાળાપણું) જે જે સદેશપર્યાયતા છે કે તે તિર્યસામાન્ય છે. તેવી જ રીતે સોના-રજત-માટી વિગેરે ભિન્ન ભિન્ન દ્રવ્યોના બનેલા ઘડામાં જે ઘટપણાની એકાકારતા એટલે કે ઘટત્વસ્વરૂપ સદૃશ-પરિણામ તે તિર્યસામાન્ય છે. તિર્થ- તિક્ષ્ણ જેમાં લાઈનસર રહેલા ઘટ વિગેરે પદાર્થમાં એક જ કાળે તિર્થો અંગુલિનિર્દેશ કંરવા દ્વારા ઘટની સમાનતા બતાવાય છે. આમાં દ્રવ્યભિન્ન હોય પરંતુ કાળ વર્તમાન જ હોય અને પર્યાયની સમાનતા હોય છે. - જ્યારે ઉર્ધ્વતાસામાન્યમાં દ્રવ્ય એક જ હોય કાળ ત્રણેય હોય છે અને પર્યાયો અનેક હોય છે. એક જ દ્રવ્યના ભૂત-વર્તમાન અને ભવિષ્યમાં થનારા ભિન્ન ભિન્ન પર્યાયોમાં જે દ્રવ્યની એકતા તે ઉદ્ધતા સામાન્ય છે ઉર્ધ્વતા = ઉપરાઉપરી- એક જ દ્રવ્યના કાળક્રમે આગળ આગળ આવતા નવા નવા પર્યાયોમાં જે તેનું તે જ આ દ્રવ્ય છે એવી એકત્વની પ્રતીતિ તે ઉર્ધ્વતા સામાન્ય છે. જેમ કે કુંડલ, હાર, કટક વિગેરે ભિન્ન ભિન્ન કાળે થનારા પર્યાયોમાં તેનું તે સુવર્ણદ્રવ્ય એવી એકત્વની પ્રતીતિ તે ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે.
સૂત્રમાં બતાવેલ આદિ શબ્દ દ્વારા જેમ સદેશતા પરિણામ પ્રત્યભિજ્ઞાનનો વિષય છે તેમ વિસદેશતા પરિણામ પણ પ્રત્યભિજ્ઞાનનો વિષય છે તેમ જાણવું.
સ્વરૂપકથન: કોઈપણ વસ્તુનું વિવક્ષિત ધર્મથી યુક્તતા દ્વારા જે સમન્વયઅનુસંધાન કરવું એટલે કે પૂર્વાપર પર્યાયોને જોડી આપવા. જેમ કે આ ગાય છે, તે પણ ગાય છે, આ બંને વાક્યમાં ગાયોના વિવક્ષિત એવા ગોત્વધર્મથી જે પ્રત્યવમર્શ કરવો તે સ્વરૂપકથન છે.
૭૩