________________
અનુભવ અને સ્મૃતિ છે કારણ જેમાં એવું, તથા તિર્યક્ સામાન્ય અને ઉર્ધ્વતા સામાન્ય વિગેરેને વિષય કરનારું, તેમજ સંકલનાપૂર્વક જે જ્ઞાન છે તે પ્રત્યભિજ્ઞાન કહેવાય છે.
अनुभवस्मृतिहेतुकं प्रत्यक्षादिप्रमाणजन्यं ज्ञानमनुभव:, स्मृतिश्चान्तरोक्ता, ते हेतुर्यस्य तद् इति कारणनिरूपणम्, गवादिषु सदृशपरिणामस्वरूप गोत्वादिकं तिर्यक्सामान्यमित्युच्यते । कटककुण्डलादिपर्यायेषु यदन्वयिद्रव्य सुवर्णादि तदूर्ध्वतासामान्यमित्युच्यते । एतदुभयमादिर्यस्य विसदृशपरिणामादेः तिर्यगूर्ध्वता सामान्यादिगोचरो विषयो यस्य तत् तिर्यगूर्ध्वतासामांन्यादिगोचरम् इति विषयनिरूपणम्, सकलनात्मकं पदार्थस्य विवक्षितधर्मयुक्तत्वेन प्रत्यवमर्शनमात्मा-स्वभावो यस्य तद् इति स्वरूपकथनम्, एतादृशं यज्ज्ञान तत् प्रत्यभिज्ञानमुच्यते । प्रत्यभिज्ञानं प्रति अनुभवः स्मृतिश्च कारणम् । वस्तुने विवक्षितधर्मयुक्तत्वेन प्रत्यवमर्शनं तस्य स्वरूपमिति भावः ॥ ६ ॥
પ્રત્યક્ષ વિગેરે પ્રમાણથી જમ્પ જે અનુભવજ્ઞાન, અને પૂર્વે સૂત્રમાં કહેવાયેલી સ્મૃતિ તે બંને કારણ છે જેમાં એવું તે અનુભવસ્મૃતિહેતુ= કારણનિરૂપણ. ગાય આદિમાં સદૃશ પરિણામ સ્વરૂપ ગોત્યાદિક તે તિર્થંગ્ સામાન્ય છે, તથા કટક કુંડલ આદિ પર્યાયોમાં અનુસરતુ જે દ્રવ્ય સુવર્ણવિગેરે તે ઉર્ધ્વતાસામાન્ય છે આ બંને તિર્યક્-ઉર્ધ્વતા સામાન્ય અને આદિ શબ્દથી વિસદૃશતા વિગેરે છે વિષય જેનો, તિર્યગૂíસામાન્યગોચર તે વિષયનિરૂપણ છે અને સંકલનાત્મક= પદાર્થના વિવક્ષિત ધર્મ જોડવા દ્વારા વિચારવાનો છે સ્વભાવ જેનો એવું તે સ્વરૂપકથન છે. આવા પ્રકારનું જ્ઞાન પ્રત્યભિજ્ઞાન કહેવાય છે.
વિશેષાર્થ : [કારણનિર્દેશ] પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને પ્રકારના પ્રમાણથી ઉત્પન્ન થનારી જે પ્રતીતિ, બંને પ્રમાણોથી થનારો જે બોધ તે પ્રત્યભિજ્ઞાન, અનુભવ અને સ્મૃતિ એમ બંને આ પ્રત્યભિજ્ઞાનમાં કારણ છે પૂર્વે સ્મરણજ્ઞાનમાં એક અનુભવ જ કારણ હતું. આ પ્રત્યભિજ્ઞાનમાં અનુભવ અને સ્મૃતિ એમ બંને કારણ છે. વર્તમાનમાં પદાર્થનું દર્શન એ અનુભવ અને પૂર્વે જોયેલાનું સ્મરણ એમ બંને કારણો છે. “તે આ દેવદત છે” “તે” યદ સ્મૃતિસૂચક છે. ‘આ’ પદ અનુભવસૂચક છે. એમ બંને કારણો પ્રત્યભિજ્ઞાનમાં
૭૨