________________
ઉત્તરઃ- સિદ્ધાન્તના વિષમ પદના પર્યાયોની અંતર્ગત ઉત્તરાધ્યયનના વિષમ પદના પર્યાયમાં ``ધ્વરચિ’’ શબ્દનો ‘ભિક્ષુક’ અર્થ કહ્યો છે. ૩-૩-૧૦૭
तथा-षण्मासातिक्रमसंभवे पर्युषणाया अर्वागुपस्थापना भवति न वा ? इति, तदनन्तरमपि विजयदशम्या अर्वाक् परतो वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - षण्मासातिक्रम-संभवे पर्युषणाया विजयदशम्याश्चार्वागप्युपस्थापना क्रियते, अन्यथा તુ વિનયવશસ્યા: પશ્ચાવેવ IIZ-૪-૧૦૮||
પ્રશ્નઃ- દીક્ષા લીધા પછી છ મહિનાનું ઉલ્લંઘન થઈ જતું હોય તો પર્યુષણાસંવત્સરી પહેલાં વડી દીક્ષા થાય કે નહિ? સંવત્સરી બાદ પણ આસો સુદ દશમની પહેલાં થાય કે પછી થાય ?
ઉત્તરઃ- જો છ મહીના પસાર થઈ જવાનો સંભવ હોય તો સંવત્સરી અને વિજયાદશમીની પહેલાં પણ વડી દીક્ષા કરાય છે. તે સિવાય તો વિજયા દશમી પછી જ વડી દીક્ષા કરાય. ૩-૪-૧૦૮
=
तथा - पूर्णिमाऽमावस्ययोर्वृद्धौ पूर्वमौदयिकी तिथिराराध्यत्वेन व्यवह्रियमाणाऽऽसीत्, केनचिदुक्तं श्रीतातपादाः पूर्वतनीमाराध्यत्वेन प्रसादयन्ति तत्किम् ? इति प्रश्नोऽत्रोत्तरम् - पूर्णिमाऽमावास्ययोर्वृद्धौ औदयिक्येव तिथिराराध्यत्वेन विज्ञेया ||3-૬-૧૦૬||
પ્રશ્ન:- પૂર્ણિમા અને અમાસની વૃદ્ધિ હૌય ત્યારે પહેલાં ઔદિયકી-એટલે બીજી પૂનમ અને બીજી અમાસ આરાધવા યોગ્ય ચાલતી હતી. હવે કોઈ એમ કહે છે કે આપ પૂજ્ય. પહેલી પૂનમ અને પહેલી અમાસને આરાધવા યોગ્ય જણાવો છો તો આ સંબંધમાં શું છે?
ઉત્તરઃ- પૂનમ, અમાસની વૃદ્ધિ થાય ત્યારે બીજી પૂનમ અમાસ જ આરાધવા યોગ્ય ૪જાણવી. ૩-૫-૧૦૯
ટિપ્પણ-૪૮.
શ્રી હીરપ્રશ્નનો આ પ્રશ્નોત્તર સાફ સાફ સાબીત કરે છે કે લૌકિક પંચાંગોમાં આવતી તિથિની ક્ષય વૃદ્ધિ આરાધનામાં પણ તે જ પ્રમાણે માન્ય રખાતી હતી અને તેની આરાધના અન્ય કોઈ પણ તિથિની ક્ષય વૃદ્ધિ કર્યા વિના ક્ષયે પૂર્વા નિયમ અનુસાર પૂર્વ અથવા ઉત્તર દિવસે વ્યવસ્થિત કરાતી હતી. અહીં જો પૂનમ અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ માની લેવાની સામાચારી હોત તો પ્રશ્નકારને કઈ પૂનમ અમાસ આરાધવી એવો પ્રશ્ન જ ઉઠત નહિ, તેમજ ઉત્તરમાં આચાર્ય બીજી જ પૂનમ અમાસને આરાધવાનું જણાવત નહિ. અહિ ‘ઔયિકી’ શબ્દથી જેઓ એવી કલ્પના કરે છે કે આચાર્ય પહેલી પૂનમ વગેરેને પૂનમ માની જ નથી, અને તેથી તેમનું તાત્પર્ય તે૨સ વગેરેની વૃદ્ધિ કરવાનું છે, તેઓની આ કલ્પના તદ્દન જુહી છે. શાસ્ત્રકારે જે ઔદિયિકી શબ્દ વાપર્યો છે તે તો તિથિનો સમાપ્તિ સૂચક ઉદય જે દિવસે હોય તે જ દિવસ આરાધનામાં લેવાનો છે, સિવાય નહિ, એ તપાગચ્છ
૫૯