________________
तथा-ब्रह्मदत्तचक्रिणा स्वल्पादेवायुषः कथं दिग्विजयः कृतः? इति प्रश्नोऽत्रोत्तरम्-ब्रह्मदत्तस्य स्वल्पेन कालेन दिग्विजयो दिव्यानुभावाद्, अन्यदपि तस्य भूयो दिव्यानुभावसाध्यमभूदिति संभाव्यत इति ।।२-५४-१००।।
પ્રશ્ન- બ્રહ્મદત્ત ચક્રીએ પોતાના અલ્પ આયુષ્યથી દિગ્વિજય કેવી રીતે કર્યો?
ઉત્તરઃ- બ્રહ્મદત્ત ચક્રવર્તીએ દિવ્ય પ્રભાવથી આયુ અલ્પ હોવા છતાં દિગ્વિજય કર્યો છે. દિવ્ય પ્રભાવ સાધ્ય બીજું પણ તેનું ઘણું કાર્ય થયું હતું એમ સંભાવના થાય છે. ર-૫૪-૧૦૦
तथा-स्त्रीरत्नं लोहपुरुषं स्पृशति तदा स गलति तत्कथम्? इति प्रश्नोऽत्रोत्तरम्-स्त्रीरत्नस्पर्शाल्लोहपुरुषगलनमुत्कृष्टातिशयितकामविकारजनितप्रबलोष्णताविशेषादिति ॥२-५५-१०१।।
પ્રશ્ન- સ્ત્રી રત્ન (ચક્રવર્તીના ૧૪ રત્નોમાંનું એક રત્ન) લોઢાના બનાવેલા પુરુષને જ્યારે સ્પર્શ કરે છે ત્યારે લોહપુરુષ ગળી જાય છે તે કેવી રીતે?
ઉત્તર- સ્ત્રી રત્નના સ્પર્શથી જે લોહપુરુષનું પીગળી જવું થાય છે, તે તેના અત્યન્ત ઉત્કૃષ્ટ કામવિકારથી ઉત્પન્ન થએલ પ્રબલ ઉષ્ણતા વિશેષથી થાય છે. ૨-૫૫-૧૦૧
तथा-एकाकाशप्रदेशस्योत्कर्षतो धर्माधर्मास्तिकायसम्बन्धिसप्तप्रदेशस्पर्शनोक्ता तत्र विदिस्थितप्रदेशंस्पर्शना कथं नोक्ता? इति प्रश्नोऽत्रोत्तरम्एकस्याकाशप्रदेशस्य धर्माधर्मास्तिकायसत्कैदिक्स्थैः प्रदेशैरेव स्पर्शना न तु विदिस्थितैः; अयं चाऽर्थः समप्रमाणैश्चतुरस्रादिभिर्दिग्विदिक्स्थापितैः सुबोध પતિ ||ર-૧-૧૦૨ા.
પ્રશ્ન - એક આકાશ પ્રદેશને ઉત્કર્ષથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય સંબંધિ ૭ પ્રદેશની સ્પર્શના-કહી છે, ત્યાં વિદિશામાં રહેલ પ્રદેશની સ્પર્શના કેમ કહી નથી?
ઉત્તર- એક આકાશ પ્રદેશને દિશામાં રહેલા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય સંબંધિ ૭ પ્રદેશની જ સ્પર્શના થઈ શકે છે, પરંતુ વિદિશામાં રહેલા પ્રદેશોની સ્પર્શના થઈ શકતી નથી. આ અર્થ સમપ્રમાણવાળા દિશા અને વિદિશામાં સ્થાપેલા ચતુરસાદિ પ્રદેશોથી સારી રીતે સમજી શકાય જ છે. ર-પ૬-૧૦૨
तथा-तीर्थङ्कराणां चतुर्दशसहस्रादिका साधुसङ्ख्योक्ता, चतुर्दशपूर्व्यादयः किं तत्सङ्ख्यामध्ये गण्यन्ते यदि वा ते भिन्नाः? इति प्रश्नोऽत्रोत्तरम्"गणहरकेवलिमणओहिपुब्विवेउविवाइणं संखं । मुणिसंखाए सोहिअ नेया