________________
અંતરાલવર્તી છે તે આત્મપ્રદેશો એકાંતે અંતરાલવર્તી જ હોય એમ નથી. વળી જે આત્મપ્રદેશો જ્યારે અંતરાલવર્તિ છે ત્યારે તે પ્રદેશો પણ ઔદારિક આદિ કાયયોગી હોવાથી સ્વાવગાઢ (ઔદારિકાદિ શરીરસ્થ આત્મપ્રદેશની અવગાહનાને અવગાહીને રહેલા) પુદ્ગલોનો આહાર કરે છે, એમ સંભાવના થાય છે. કેમકે વિગ્રહ ગતિ આદિ વિના અણાહારીપણું નિષેધ્યું છે, અર્થાત્ અનાહારીપણું વિગ્રહગતિ વગેરેમાં લાભી શકે છે. ૨-૫૧-૯૭
तथा-सिद्धजीवानां करचरणपादाङ्गुलीनासाद्यवयवाकारः संभाव्यते न वा? इति प्रश्नोऽत्रोत्तरम् - सिद्धजीवानां करचरणाद्याकारः संभाव्यते, यतः 'अरुविणो जीवघणा' इत्यत्र घनाश्च शुषिरपूरणतो निचितप्रदेशतयेति श्रीशान्तिसूरिवचनेन शरीरान्तर्वर्त्तिशुषिरपूरणमेव दृश्यते, न त्ववयवानां बाह्यान्तरपूरणमिति। तथा श्रीहरिभद्रसूरि श्रीमलयगिरिप्रमुखैरपि शुषिरपूरणमेवोक्तमस्तीति ||૨-૧૨-૧૮]
''
પ્રશ્નઃ- સિદ્ધના જીવોને હાથ, પગ, આંગલી, નાસિકા વગેરે અવયવોના આકારની સંભાવના થઈ શકે કે નહિ?
ઉત્તરઃ- સિદ્ધ જીવોને હાથ, પગ વગેરે અવયવોના આકારની સંભાવના થઈ શકે છે. કેમકે અવિો નીવઘળા, અહીં ઘન શબ્દ જે પડ્યો છે તેનો અર્થ શરીરની અંદરના પોલાણનો ભાગ પૂરાવાથી પ્રદેશોની જે સઘનતા તે થાય છે, આવું શ્રી શાંતિસૂરિ મહારાજનું વચન હોવાથી શરીરની અંદરના પોલાણવાળા ભાગોનું જ પૂરણ દેખાય છે, પરન્તુ અવયવોના બાહ્ય અને આંતર ભાર્ગોનું પૂરણ જણાતું નથી. આ જ પ્રમાણે શ્રી હરિભદ્રસૂરિજી અને શ્રી મલયગિરિજી પ્રમુખ મુનિસિંહોએ પણ પોલાણ ભાગોનું જ પૂરણ કહ્યું છે. ૨-૫૨-૯૮
तथा-महानिशीथे नागिलेन यानि सांधुदूषणानि कर्षितानि, तथा दूषणदर्शनाच्च ते मुक्तास्तत् मार्गानुयायि न वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - श्रीमहानिशीथोक्तनागिलेन ते साध्वाभासा अज्ञानवर्त्तिनो दूषणदर्शनात्त्यक्तास्तत् मार्गानुयायि एव, असाधुकुगुरुपरिहारो हि मार्ग एवेति ॥२-५३-९९।।
પ્રશ્નઃ- શ્રી મહાનિશીથસૂત્રમાં નાગિલે સાધુનાં જે દૂષણો કાઢ્યાં, અને તે દૂષણોના દર્શનથી તે સાધુઓને છોડી દીધા તે કાર્ય માર્ગને અનુસરનારું ખરું કે નહિ?
ઉત્તરઃ- શ્રી મહાનિશીથ સૂત્રમાં કહેલ નાગિલે પ્રભુની આજ્ઞા વિરુદ્ધ ચાલનારા તે કુસાધુઓનો તેઓનાં દૂષણો જોવાથી ત્યાગ કર્યો, તે માર્ગનેં અનુસરનારું જ છે. કારણ કે અસાધુ એવા કુગુરુઓનો ત્યાગ કરવો એ માર્ગ જ છે. ૨-૫૩-૯૯
૫૪