________________
ટિપ્પણ-૪૧.
'अट्ठण्हं जणणीओ तित्थयराणं तु हुंति सिद्धाओ । अट्ठय सणकुमारे माहिंदे अट्ठ बोद्धव्वा || ३२५|| नागेसुं उसहपिया सेसाणं सत्त हुति ईसाणे । अट्ठ य सणकुमारे माहिंदे अट्ठ बोद्धव्वा ||३२६||
(પ્રવચનસારોદ્વાર, પૃ. ૮૫૧)
ભાવાર્થ:-‘આઠ તીર્થંકરની માતાઓ સિદ્ધિપદ પામેલી છે, આઠ તીર્થંકરની માતાઓ ત્રીજા સનત્કુમાર દેવલોકમાં ગએલી જાણવી અને આઠ તીર્થંકરોની માતાઓ ચોથા મહેન્દ્ર સ્વર્ગમાં ગએલી છે એમ જાણવું. ઋષભદેવના પિતા નાગકુમારમાં અને સાત તીર્થંકરોના પિતા બીજા ઈશાન દેવલોકમાં અને આઠ તીર્થંકરોના પિતા ત્રીજા સનત્કુમાર સ્વર્ગમાં અને બીજા આઠ તીર્થંકરોના પિતાઓ ચોથા મહેન્દ્ર દેવલોકમાં ગએલા છે એમ જાણવું.’
તથા
- औपपातिकोपा अम्बडालापके "अन्नउत्थि अपरिग्गहिआणि चेइआणि वा’” इत्येव सूत्रपाठोऽस्ति, चैत्यानि अर्हत्प्रतिमाः" इति वृत्तिनीत्यापि सूत्रे 'अरिहंत' इति पदं न दृश्यते तेन यथात्र पाठः स्यात्तथा प्रसाद्यः ? इति प्रश्नोऽत्रोत्तरम्-औपपातिकोपाङ्गे अम्बडश्रावकाधिकारे "अन्नउत्थि अपरिग्गहिआणि चेइआणि वा'' इत्यालापके 'अरिहंत' इति पदं क्वचिदेवादर्शे दृश्यते न सर्वत्रेति वृत्तिकृता चैत्यानि-अर्हत्प्रतिमा इत्येव व्याख्यातमिति संभाव्यते ।।२-१९-६५।।
પ્રશ્ન:- ઔપપાતિક ઉપાંગમાં અંબડ પરિવ્રાજકના આલાવામાં ``બન્નથિંગ પરિક્ષિમા િવેજ્ઞા‚િ વા’’—‘અન્ય તીર્થિકોએ સ્વાધીન કરેલાં ચૈત્યો”, આ પ્રમાણે સૂત્રપાઠ છે, ``ચૈત્યાનિ ગર્રવ્રુતિ: ‘ચૈત્ય એટલે અર્હત્પ્રતિમા', આ પ્રમાણે ટીકાના અભિપ્રાયથી પણ સૂત્રમાં ``રિત’” પદ દેખાતું નથી, તેથી અહીં જેવો પાઠ હોય તેવો જણાવવા કૃપા કરશો?
''
ઉત્તરઃ- ઔપપાતિક ઉપાંગમાં અંબડ શ્રાવકના અધિકારમાં ``ગન્નત્યિન પરિઞિાનિ વેગાપ્નિ વા’’ આ પ્રમાણેના આલાવામાં ``ગરિહંત’’ પદ કોઈક જ પ્રતમાં દેખાય છે, બધી પ્રતિઓમાં દેખાતું નથી, એ હેતુથી ટીકાકારે ‘ચૈત્ય એટલે અરિહંતની પ્રતિમા' એવો જ અર્થ કર્યો હોય એમ સંભાવના થાય છે. ૨-૧૯-૬૫
ટિપ્પણ-૪૨.
अम्मडस्स णो कप्पइ अन्नउत्थिया वा अण्णउत्थियदेवयाणि वा अण्णउत्थियपरिग्गहियाणि वा चेइयाइं वंदित्तए वा णमंसित्तए वा जाव पज्जुवासित्तए वा णण्णत्थ अरिहंते वा अरिहंतचेइयाइं वा । (પપાતિક સૂત્ર, પૃ. ૭૯૨)
ભાવાર્થ:-‘અંબડ પરિવ્રાજકને અરિહંત અને અરિહંતના ચૈત્યોને વંદન, નમન, યાવત્ પર્યુપાસન કરવું કલ્પે પણ તે સિવાય અન્યતીર્થિકો, અન્યતીર્થિક દેવો અને અન્યતીર્થિક પરિગૃહીત ચૈત્યોને વંદન, નમન, યાવત્ પર્યુપાસન વગેરે કરવું કલ્પતું નથી, એવો નિયમ હતો.’
૪૦