________________
હુ છે, તેમાં ૧૪ ને અવધિ તરીકે રાખી હોવાથી તે દિવસ ગણનામાં ગણાય નહિ, એટલે પૂનમથી ગણતાં ૫૦ દિવસ જ થાય છે, તે જાણવું. ૨૧૭-૬૩ ટિપ્પણ-૩૯, "તત્ર વિનાનાં પંચશીષસિતવાર્તસ્થા મારણ્ય માસિતવતુર્થ્યન્ત” ”
| (કલ્પ કિરણાવલી, પૃ. ૪) ટિપ્પણ-૪૦. ઉ. શ્રીધર્મસાગરજીને અને તેમના સઘળા ગ્રંથોને સર્વથા અપ્રામાણિક માનનારાઓએ
આ પ્રશ્નોત્તર વિચારવો. જો સર્વથા તેઓ અપ્રમાણિક જ હોત તો કલ્પકિરણાવલી કે જે ઉ: શ્રીધર્મસાગરની જ બનાવેલી છે તેના શક્તિ સ્થલ માટે ઉત્તરંદાતા આચાર્ય મહારાજ શ્રીવિજયહીરસૂરિજી સત્યતાની સિદ્ધિ કરત નહિ, એ એક વાત. બીજું, આજે તિથિવાદમાં અસત્ય પક્ષમાં પડેલાઓ પંચાંગમાં તિથિની ક્ષય વૃદ્ધિ આવી હોય ત્યારે ઉદય તિથિઓની પણ કલ્પિત ફેરફારી કરી નાખે છે, તેમણે સમજવું જોઈએ કે-તેમ કરવાથી ચોમાસથી સંવત્સરી વગેરેના દિવસો મળી શકશે નહિ. તથા તેઓ આરાધક આત્માઓ ઉપર જે અગીઆર અને તેર પર્વ માનવાનો આક્ષેપ કરે છે તે પણ જુઠ્ઠો છે. કારણ કે આ પ્રશ્નોત્તર સાબીત કરે છે કે ઉપર્યુક્ત દિનગણનામાં વારથી દિવસો ગણાતા નથી કિન્તુ તિથિભોગથી દિવસો ગણાય છે. એટલે ક્ષીણ તિથિને ઉડાવી દેવાતી નથી તેમ જ વૃદ્ધિ તિથિને વધારે ગણવામાં આવતી નથી. વારથી દિન ગણના કરી તિથિવાદનો ઝંડો ઉપાડનારા તો શાસ્ત્રના
સાચે જ અજ્ઞાન જીવો છે. तथा-श्रीमहावीरमातापित्रोर्वादशस्वर्गोक्तिः श्रीआचाराङ्गे प्रकटा, चतुर्थस्वर्गोक्तिस्तु सूत्रे क्वापि न लभ्यते, तथापि प्रकरणादिष्वनेकेषु ग्रन्थेषु प्राधान्येन तुर्यस्वर्गोक्तिः, गौणत्वेन चाचाराङ्गसम्मतिस्तत्र को हेतुः? इति प्रश्नोऽत्रोत्तरम्-वीरस्य मातापित्रोर्वादशस्वर्गोक्तिराचाराङ्गे एव, चतुर्थस्वर्गोक्तिस्तु प्रवचनसारोद्धारादिषु ग्रन्थेषु, अत्रार्थे तत्त्वं सर्वविद्वेद्यमिति पुरातनग्रन्थकारैरुक्तमस्ति । चतुर्थस्वर्गस्य प्राधान्योक्तिस्तु बहुषु ग्रन्थेषु तच्छ्रवणादिति तत्त्वम् ।।२-१८-६४।।
પ્રશ્ન- શ્રી આચારાંગ સૂત્રમાં મહાવીર પ્રભુના માતા પિતા કાલ કરીને બારમા સ્વર્ગે ગયા છે. એમ સ્પષ્ટ જણાવ્યું છે. પરંતુ કોઈ પણ સૂત્ર ગ્રંથમાં ચોથા સ્વર્ગે ગયાનો પાઠ મળતો નથી. તો પણ પ્રકરણાદિ અનેક ગ્રંથોમાં મુખ્યપણે ચોથા દેવલોકમાં ગયાનું વચન છે, અને શ્રી આચારાંગની સંમતિ ગૌણરૂપે છે, તેનું કારણ શું?
ઉત્તરઃ- ભગવાન મહાવીરના માતા પિતા કાલકરીને બારમા દેવલોકે ગયા છે એવું વચન શ્રી આચારાંગમાં જ છે, ચોથા દેવલોકમાં ગયાનું વચન તો શ્રી પ્રવચન સારોદ્ધારાદિ ઘણા ગ્રંથોમાં છે. આ વિષયમાં ‘તત્ત્વ કેવલી જાણે એમ પ્રાચીન ગ્રન્થકારોએ કહ્યું છે. પ્રધાનપણે “ચોથા દેવલોકમાં ગયા” એવું વચન તો ઘણા ગ્રન્થોમાં તેનું શ્રવણ હોવાથી જાણવું. ૨-૧૮-૬૪
૩૯