________________
૧૯૩૫ માં ગુણઠાણે ચક્રિપદનો બંધ થાય કે નહિ ? ૧૯૪ કૃષ્ણના કેટલા ભવો ? ૧૯૫ મલ્લિનાથને કેવલજ્ઞાન ક્યારે થયું ? ૧૯૬ પૌષધવ્રતવાળી સ્ત્રીઓ રસ્તામાં દેવગુરુના ગુણો ગાઈ શકે ? ૧૯૭ રાત્રિજાગરણ થાય કે નહિ ? ૧૯૮ કલ્પસૂત્ર કેટલા વ્યાખ્યાનોથી વાંચવું ? . ૧૯૯ કલ્પસૂત્રના રચયિતા કોણ ? ૨૦૦ યુગલિકોનું અકાલ મૃત્યુ થાય ? ૨૦૧ કોટિ એટલે શું ? ૨૦૨ રત્નદ્વીપની દેવી ક્યા શરીરથી લવણ સમુદ્રની શુદ્ધિ માટે ગઈ ? ૨૦૩ સ્વયંબુદ્ધ વગેરે ઉપદેશ આપે કે નહિ ? ૨૦૪ છ ખંડનાં નામ કયાં ? ૨૦૫ “નક્ય હો” આ ગાથાનો અર્થ આજ્ઞાથી માનવો કે યુક્તિથી ? ૨૦૬ પ્રભુ વીરનું ૭૨ વર્ષનું આયુષ્ય કેવી રીતે સંગત થાય ? . ૨૦૭ શ્રીવીરના માતાપિતા કયા દેવલોકંમાં ગયા ? ૨૦૮ હરિનૈગમેષીએ શ્રીવીરનો ગર્ભાપહાર, અને મોચન કેવી રીતે કર્યું? ૨૦૯ શ્રીયક મરીને ક્યાં ગયા ? ૨૧૦ સાધ્વી શ્રાવકોની સમક્ષ વ્યાખ્યાન ન કરે એવું ક્યાં છે ? - ૨૧૧ ઈયલ ભ્રમરી કેવી રીતે થાય ? ૨૧૨ ગરમ વસ્ત્ર અને શરીરનો સંબંધ થતાં જીવોની ઉત્પત્તિ થાય ? ૨૧૩ મહાવિદેહમાં સીમંધર સ્વામીના સ્થાને ઉત્પન્ન થનારા તીર્થકરનું શું નામ
ત્યાં વસ્ત્ર કેવાં ? અને ત્યાં વિચરતા તીર્થકરોના માતાદિનું શું નામ ? . ૨૧૪ અષ્ટાપદસ્થ પ્રતિમાની પ્રતિષ્ઠા કોણે કરી ? અને તે ક્યાં કહ્યું છે? ૨૧૫ દ્રૌપદીએ કર્યું નિયાણું કર્યું? ૨૧૬ શ્રીવીરે કેવી રીતે મેરુને કંપાવ્યો અને તે ક્યાં કહ્યું છે ? ૨૧૭ ગૌતમસ્વામીએ તાપસીને ખીરથી પારણું કેવી રીતે કરાવ્યું ? ૨૧૮ દુવિહાંર એકાસણું કરનાર રાત્રિએ દુવિહાર કરી શકે કે નહિ ? ૨૧૯ એકજીવ સંસારમાં ઈન્દ્રપણું વગેરે કેટલી વાર પ્રાપ્ત કરી શકે ? ૨૨૦ ઈંદ્રોના કેટલા ભવો હોય ? ૨૨૧ નારદો કયા ભવમાં મોક્ષે જાય ?