________________
શ્રી નેમિનાથજી , 927.
9
927
આ સ્તવનની બાકીની છેલ્લી ચાર કડીઓમાં યોગીરાજે રાજીમતિની ચેતનાને બહિરાત્મભાવથી પરાણમુખ થતી અને અંતરાત્મભાવ તરફ ઢળતી બતાવી છે, તેના ઉપર અનુપ્રેક્ષા કરતાં તત્ત્વ સ્પર્શના થઈ શકે તેમ છે. દ્રવ્ય-ભાવ અને પરમના માર્ગે વિચારતા અથવા તો સ્કુલ, સૂક્ષ્મ અને સૂક્ષ્મતમભાવે વિચારતા કાંઈક તત્ત્વ સ્પર્શના પામી શકાય છે. તો હવે તે રીતે વિચારવાનો અત્રે નમ્રપ્રયાસ કરવામાં આવે છે. ૧) બહિરાત્મભાવ એ સ્થૂલ છે. અંતરાત્મભાવ એ સૂક્ષ્મ છે જ્યારે
પરમાત્મભાવ સૂક્ષ્મતમ છે. ૨) પ્રકૃતિ એ સ્થૂલ તત્વ છે. તેની સાથે કર્મ સંયોગે જોડાયેલ પુરુષ
ચૈતન્ય એ સૂક્ષ્મતત્વ છે જ્યારે પ્રગટ પરમાત્મ દશા-પૂર્ણ ચૈતન્ય
એ સૂક્ષ્મતમ તત્ત્વ છે. ૩) શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ સ્થૂલ છે .. ભાવ ચેતના એ સૂક્ષ્મ છે.
• અમનસ્કતા એ સૂક્ષ્મતમ છે. ૪) : કર્તાપણાનો અહંકાર સ્કૂલ છે.
* વિકસિત જ્ઞાન ચેતના સૂક્ષ્મ છે. * અકર્તાપણું એ સૂક્ષ્મતમ છે. ૫), બહિરાત્મભાવ હેય છે.
અંતરાત્મભાવ જોય છે-આદરણીય-આચરણીય છે.
પરમાત્મભાવ ઉપાદેય છે-બેય છે. ૬) મિથ્યાત્વ-અજ્ઞાનભાવ સ્થૂલ છે.
સમ્યકત્વ-જ્ઞાનભાવ સૂક્ષ્મ છે. કેવળજ્ઞાન સૂક્ષ્મતમ છે.
સ્વભાવમાં રહીને વિભાવને ટાળી શકાય એનું નામ ધર્મ