________________
928
હૃદય નયન નિહાળે જગધણી
પર્યાયમાં રમણતા સ્થૂલ છે. ગુણોની સ્પર્શના સૂક્ષ્મ છે. ત્રિકાળી ઘુવતત્ત્વ-દ્રવ્ય સામાન્ય એ સૂક્ષ્મતમ છે. પરાવલંબન ધૂલ છે. સ્વાવલંબન સૂક્ષ્મ છે.
નિરાલંબન સૂક્ષ્મતમ છે. ૯) ધ્યાતા થવાનું છે.
ધ્યાન કરવાનું છે.
ધ્યેય પરમાત્મા છે જે લક્ષ્યરૂપે રાખવાનું છે. ૧૦) પરસમય એ સ્થૂલ છે.
સ્વસમય એ સૂક્ષ્મ છે.
શુદ્ધોપયોગમાં રમણતા એ સૂક્ષ્મતમ છે. ૧૧) પર્યાયમાં જગત જણાય તે સ્કૂલ છે.'
પર્યાયમાં જ્ઞાયક જણાય તે સૂક્ષ્મ છે.
પર્યાયમાં જ્ઞાયક વેદાય તે સૂક્ષ્મતમ છે. ૧૨) પ્રમેય સ્કૂલ છે.
પ્રમાતા સૂક્ષ્મ છે.
પ્રમાણ સૂક્ષ્મતમ છે. ૧૩) અશુભ ઉપયોગ સ્કૂલ છે.
શુભ ઉપયોગ સૂક્ષ્મ છે. શુદ્ધ ઉપયોગ સૂક્ષ્મતમ છે.
વિભાવમાં રહીને સ્વભાવમાં આવી ન શકાય અને વિભાવને ટાળી ન શકાય તેનું નામ અધર્મ.