________________
શ્રી નેમિનાથજી
જો મનમાં એહવું હતું રે, નિસપતિ કરત ન જાણ; મ. નિસપતિ કરીને છાંડતાં રે, માણસ હુવે નુકસાન. દેતાં દાન સંવત્સરી રે, સહુ લહે વાંછિત પોષ; મ. સેવક વાંછિત નવિ લહે રે, તે સેવકનો દોષ.
923
શ્રદ્ધાનું દુષણ શંકા. જ્ઞાનનું ભૂષણ શંકા.
મ.૮
મ.૯
સખી કહે એ શામળો રે, હું કહું લક્ષણ સેત; મ. ઇણ લક્ષણ સાચી સખીરે, આપ વિચારો હેત. રાગીશું રાગી સહુ રે, વૈરાગી સ્યો રાગ; મ. રાગ વિના કિમ દાખવો રે, મુગતિ સુંદરી માગ.
એક ગુહ્ય ઘટતું નથી રે, સઘળો જાણે લોગ; મ. અનેકાંતિક ભોગવો રે, બ્રહ્મચારી ગત રોગ. જિણ જોણે તુજને જોઉં રે, તિણ જોણી જુવો રાજ; મ. એકવાર મુજને જુવો રે, તો સીઝે મુજ કાજ
મ.૧૩
મોહ દશા ધરી ભાવના રે, ચિત્ત લહે તત્ત્વ વિચાર; મ. વીતરાગતા આદરી રે, પ્રાણનાથ ! નિરધાર સેવક પણ તે આદરે રે, તો રહે સેવક મામ; મ. આશય સાથે ચાલીયે રે, એહિજ રૂડું કામ
ત્રિવિધ યોગ ધરી આદર્યો રે, નેમિનાથ ભરથાર; મ. ધારણ પોષણ તારણો રે, નવ સર મુગતાહાર કારણરૂપી પ્રભુ ભજ્યો રે, ગણ્યો ન કાજ અકાજ; મ. કૃપા કરી પ્રભુ દીજીયે રે, ‘આનંદઘન’ પદ રાજ
મ.૧૦
મ.૧૧
મ.૧૨
મ.૧૪
મ.૧૫
મ.૧૬
મ.૧૭
આનંદઘનજી મહારાજની ચેતના પરમાત્મ સ્વરૂપને પામવા તલસી રહી છે તે આ ૨૨મા શ્રીનેમિનાથ ભગવાનના સ્તવનમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે. પોતાના અંતરમાં રહેલી વ્યથાને આર્તનાને-હૃદયના નિર્મળ પ્રેમને,