________________
924
S24 NE
, હૃદય નયન નિહાળે જગધણી
હૃદયની વિરહ વ્યથાને તેઓએ રાજીમતિના માધ્યમે વાચા આપી છે.
નેમ અને રાજુલના બનેલા ઐતિહાસિક પ્રસંગને યથાવસ્થિત માન્ય રાખીને-તે પ્રસંગને સાંગોપાંગ સ્વીકારીને સ્વયં પોતે જ નેમ-રાજુલરૂપે પરિણમીને હૃદયનો ઘેરો વલોપાત પ્રભુ આગળ ઠાલવી રહ્યા છે.
પોતાની ભીતરમાં રહેલ હૃદયનું નિર્મળ ઝરણું ઝરમર-ઝરમર થઈને વહી રહ્યું છે, તે જ ઝરણું આગળ જઈને મોટા વહોળારૂપે નદીમાં રૂપાંતરિત થાય છે અને અંતે નેમનાથ ભગવાન (નિશ્ચયથી નિજ પરમાત્મા) રૂપી પ્રગાઢ સમુદ્રમાં જે ઓગળી જવા-એકરૂપ થવા મથી રહ્યું હતું તે પોતાની હૃદય વ્યથાને-વિરહ વેદનાને રાજીમતિના માધ્યમે ઠાલવીનેવાચા આપીને સ્વયં પોતે જ નેમનાથ ભગવાનની આગળ વિનવી રહ્યાં છે. પોતાના હૃદયમાં પરમાત્માનો એટલે કે પોતાના શુદ્ધસ્વરૂપનો વિયોગ સતત સાલ્યા કરે અને તેથી સર્વત્ર ઉદાસીનતા આવે એ ઉપાસના યોગની ગરિમા છે. પ્રભુ આગળ ઝુરનારને પ્રભુ મળ્યા વિના રહે નહિ એ નિયમ છે.
' , નેમ અને રાજુલના તે સમયે બનેલ ઐતિહાસિક બનાવને નયષ્ટિથી-અનેકાન્ત દષ્ટિથી વિચારી શકાય છે. કોઈ પણ પ્રસંગનું અર્થઘટન એવું કરવું જોઈએ કે જેનાથી શ્રોતા વર્ગ-વાચક વર્ગ અધ્યાત્મને પામે અને તેના ભવચક્રનો અંત આવે. તે વખતે બનેલો બનાવને ઉપમાઓ, અલંકાર, છંદો, પ્રાસ, શૃંગાર રસ વડે અલંકૃત કરવામાં આવે, તો તે કર્ણપ્રિય જરૂર બને પણ હૃદયંગમ ન બને. અને આનંદઘનજી જેવા મહાયોગીરાજની રચનામાં અધ્યાત્મ ન હોય એવી તો કલ્પના પણ કેમ કરી શકાય? સારી એવી ચીજ પણ કર્ણપ્રિય બને તો પુણ્યબંધ કરાવવા દ્વારા સદ્ગતિ આપે. જ્યારે હૃદયંગમ બને તો નિર્જરા કરાવવા દ્વારા મોક્ષ
પદનું લક્ષ્ય હોય. વ્યક્તિની ભક્તિ હોય. વ્યક્તિ આદર્શ છે, આલંબન છે. વ્યક્તિની ભક્તિ ભક્તભાવે કરવાની હોય, કે જેથી લક્ષ્ય પ્રાપ્તિની શક્તિ સાંપડે.