________________
શ્રી નમિનાથજી
921
હવે ત્રીજી કન્યા સાથે વાત ચાલી. તે પણ પસંદ પડતા પેટછૂટી વાત નિખાલસપણે જણાવી કે ભાઇ! સમજીને હા પાડજે કે આ કન્યા દેખાય છે તો સુંદર પણ બહુરૂપી છે-માયાવી છે. જે રૂપમાં દેખાય છે તે રૂપ તેનુ રહેવાનું નથી. સર્પિણી, ભુજંગિણી, ચિત્રિણી, શંખીણી, જોગીણી, ભક્તાણી, નટડી વગેરે અનેક રૂપો તેના છે. તો તે વખતે કયો મૂરતિયો ભૂલભૂલામણીમાં અટવાવનારી બહુરૂપીણીનો હાથ પકડવા તૈયાર થાય? આ વાત વેદાંતદર્શન અંતર્ગત મિમાંસકની છે. આ વાતમાં ય મેળ પડ્યો નહિ એટલે ચોથી કન્યા બતાડવામાં આવી અને કહી દીધું કે આ દેખાવમાં ક્ન્યા છે પણ હકીકતમાં કઠપૂતળી છે, માટીનું રમકડું છે – માટીનું પૂતળું - રાખનું રમકડું છે. માટીના પૂતળા સાથેતો સંબંધ બંધાતો હશે? મૂરતિયો વાંઢો રહેવાનું કબુલ કરે છે પણ માટીના પૂતળા સાથે પરણવાની સ્પષ્ટ ના પાડે છે.
આ વાત નાસ્તિક ચાર્વાક દર્શનની છે કે જે પંચમહાભૂતમાંથી . બનેલા દેહરૂપ માટીના પૂતળાને જ માને છે તેની અંદર રહેલ તત્ત્વને નહિ.
આ નાનકડા દષ્ટાંત ઉપરથી જાણી શકાય તેમ છે કે દરેક દર્શન પાસે વૈરાગ્ય પમાડી વીતરાગતા તરફ લઇ જનારા સારા-ઊંચા સાધનાના વિકલ્પો છે. આ સર્વ વિકલ્પોનો સાપેક્ષ દૃષ્ટિથી-દ્રવ્ય-ગુણ-પર્યાયની દૃષ્ટિથી સ્યાદ્વાદ દર્શનમાં સમાવેશ થયેલો છે માટે તે જે અનિત્ય છે તેને અનિત્ય તરીકે, માયાવી અને વિનાશીને તે રીતે ઓળખાવીને, પુદ્ગલના દેહને માટી તરીકે બતાવીને તેનાથી છોડાવે છે અને નિત્યથી અભેદ થવાનો સર્વાંગ સુંદર માર્ગ બતાવે છે.
આમ આ નાનકડા ૧૧ કડીના સ્તવનમાં યોગીરાજે ગાગરમાં સાગર ભરી દીધો છે અને સંસ્કૃત-પ્રાકૃતના અજાણ જીવોને પણ અધ્યાત્મ માર્ગ-મોક્ષમાર્ગ બતાડ્યો છે. આ ખરેખર તેમનો યોગચમત્કાર છે.
સ્યાી ખોટા અહમ્ કાઢવાના છે. ન્યાયાધીશ નથી બનવાનું. અસ્યાદ્-પરમાત્મ તત્ત્વને માથે રાખવાના છે. પરમાત્માનું શરણ સ્વીકારવાનું છે.