________________
920
હૃદય નયન નિહાળે જગધણી
તેના અનુસંધાનમાં આપણા સહુના જીવન વ્યવહારનો જે અભિગમ છે તેને પણ ન્યાય આપવા પ્રયત્ન કરીએ.
આ સઘળાય દર્શનના પોતપોતાના જે આગવા વિકલ્પો છે, તે વીતરાગતા લાવવા માટે ઉપયોગી છે કેમ કે તે વિકલ્પોથી વિરાગી બની શકાય છે. માત્ર તે તે દર્શનો અપૂર્ણ અને એકાંગી હોવાથી વિશ્વ વ્યવસ્થા અને વિશ્વ સ્વરૂપને સમજાવવા નાકામયાબ બને છે અને તેથી સ્યાદ્વાદ દર્શનથી મહાત થાય છે.
આપણા સહુનો અનુભવ છે કે પરણવા લાયક ઉમેદવાર યોગ્ય કન્યાને વરવા ઈચ્છતો હોય છે અને તે દ્વારા સંસારસુખ પામવા ચાહે છે. તેવા કોઇક ઉમેદવારને પ્રથમ કન્યા બતાવવામાં આવી. યુવાનને ગમી અને તેણે હા પાડી પણ તે વખતે તેનો કોઇ હિતેચ્છુ કહે છે કે ભાઈ! આ કન્યા તો પરણી ચૂકેલી છે, બીજાની થઈ ગયેલી છે; એ સમજીને તું પરણજે! ત્યારે તે ઉમેદવાર સ્પષ્ટ શબ્દોમાં ના કહે છે કે જે બીજાને વરી છે તે મારી કેમ થાય ?
આ જ વાત સાંખ્યદર્શનની છે કે પુરુષ સ્વ છે અને પ્રકૃતિ પર છેપારકી છે, તે પ્રકૃતિને તું ગમે તેટલી ચાહીશ તો પણ તે તારી કેમ થશે?
હવે તે ઉમેદવારને બીજી કન્યા બતાવવામાં આવતા તે પણ પસંદ પડી. તેણે હા પાડી પણ તે વખતે તેને ફોડ પાડવામાં આવ્યો કે આ કન્યાની ગ્રહદશા એવી છે કે હસ્તમેળાપ સમયે જ કદાચ મૃત્યુ આવે, તો ત્યારે પણ તે મૂરતિયો ના પાડે છે કે જે પરણતી વખતે યા તો પછી તરત જ મરવાની છે, તેની સાથે હું સંબંધ કેમ બાંધુ?
તો એ જ વાત ક્ષણિકવાદી-અનિત્યવાદી બૌદ્ધની છે. સંસારની ક્ષણિકતા બતાવવા દ્વારા તે જીવને સંસારથી છુટવા ઉપર ભાર મૂકે છે.
જ્ઞાની ભગવંતે આપણને સ્યાદ્વાદ શૈલી આપી છે, તે આપણા વિકલ્પોને સમતોલ રાખવા માટે અને વિકલ્પોમાં ઉંયો સ્વરૂપ રસ પાડવા માટે આપેલ છે.