________________
શ્રી નમિનાથજી , 919
તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહીએ રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જિમ આનંદવન લહીએ રે.ષ..૧૧
અર્થ હે પ્રભો! શાસ્ત્રોમાં કહેલા આત્મજ્ઞાની ગીતાર્થ ગુરુ મળતા નથી તેમજ પરમાત્માના પ્રતિનિધિ સમા સદ્ગના અભાવમાં ક્રિયા કરી સાધુપણું સફળ કરવાની મારી શક્તિ નથી. તેથી હે પ્રભો! આપની પાસે હાથ જોડીને ઉભો છું અને વિનંતી કરું છું કે મને યોગ્ય અવસરે સમય પુરુષના ચરણની શુદ્ધ સેવા આપજો કે જેથી આનંદઘન સ્વરૂપ પરમાત્મપદ પ્રાપ્ત થાય! - વિવેચનઃ હે જિનોમાં શ્રેષ્ઠ એવા દેવાધિદેવ પ્રભો! હું બે હાથ જોડી, માથું નમાવી નતમસ્તકે આપની સન્મુખ ઊભો રહી, ગદ્ગદ્ હૃદયે પ્રાર્થના કરું કે, મને એવો કાળ અને એવું આચરણ આપજો કે જેથી આગમપુરુષના ચરણની સેવા કરી શકું અર્થાત્ શ્રુતજ્ઞાનની સમ્યમ્ આરાધના કરું, જેથી મને ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહાર વગેરેનો નયગર્ભિત બોધ થાય! મારી પરિણતિમાં વિવેક, વૈરાગ્ય, ઉપશમભાવ, ગીતાર્થતા વૃદ્ધિ પામે! મારી પરિણતિમાં જગતના વિનાશી પદાર્થો ન વિલસતા એક માત્ર ત્રિકાળ શુદ્ધ ચૈતન્યમય જ્ઞાયક ભગવાન જ રમ્યા કરે. જ્ઞાયક ભગવાનની સાથે નિરંતર ઉપયોગ કેવી કરતો રહે, જેથી થોડા જ સમયમાં સંસારથી છુટકારો પામું અને આનંદઘન સ્વરૂપ પરમાત્મ પદમાં વાસ કરું! સાદિ અનંતકાળથી અજ્ઞાનઘન બનીને જીવ્યો તેથી દુઃખઘન બનીને ભટક્યો છું. હવે મારી ભટકણનો અંત આવે એ જ હૃદયની ભાવના છે! એ સિવાય આપની પાસે હું બીજું કાંઇજ માંગતો નથી!
આ સ્તવનમાં યોગીરાજે પદર્શનને જિનેશ્વર પરમાત્મરૂપી પુરુષના અંગરૂપ બતાવી એનો સાપેક્ષદષ્ટિએ સ્વીકાર કરવાનો જે નિર્દેશ કર્યો છે,
જેવું થાય છે એવું કે જેવું થવાનું છે એવું, પરમાત્મા જુએ છે, તે તેમનું અકર્તુત્વ છે-વીતરાગતા છે.