________________
918
, હૃદય નયન નિહાળે જગધણી
જ્ઞાનીનું માર્ગદર્શન મળે નહિ તેથી જ્ઞાનક્રિયા-સ્વરૂપ ક્રિયા થાય નહિ અને તેથી જ્ઞાનશૂન્ય કોરી ક્રિયાથી જે સાધવાનું છે તે સધાય નહિ એટલે સિદ્ધિ સાંપડે નહિ. દશ-દશ દૃષ્ટાંતોથી દુર્લભ એવો પણ મળેલો માનવભવ એળે જાય. ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધર્મ પ્રસિદ્ધ.
આતમ ગુણ અકષાયતા, ધર્મ ન જાણે શુદ્ધ-ચંદ્રાનન જિન સાંભળો મોરી અરદાસ.
તત્ત્વ રસિક જન થોડલા રે, બહુલો જન સંવાદ જાણો છો જિનરાજજી રે, એ સઘળો વિખવાદ ચંદ્રાનન જિન..
દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે ભાવક્રિયા રુચિકીન : ઉપદેશક પણ તેહવારે શું કરે જીવ નવીન? ચંદ્રાનન જિન....
- - દેવચંદ્રજી મહારાજ સઘળા વિખવાદને ત્યજીને ચિત્તને પ્રસન્નતાથી ભરી દેનારા ભાવનિક્ષેપે રહેલા વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા આજે મળ્યા નથી પણ એના ચીંધેલા રાહે ચાલીને જગતને એ માર્ગે દોરનારા સદ્ગુરુ પણ પ્રાયઃ શોધ્યા જડતા નથી. તેનો વિખવાદ આજે છે કારણકે આજે તો સર્વત્ર પ્રશાંતતા જોવા મળતી નથી પણ માન્યતાના વિખવાદ જ જોવા મળે છે. આવી હદયની વેદના યોગીરાજ ઠાલવી રહ્યા છે.
પાઠાંતરે વિષવાદ શબ્દ છે. એ વિષવાદ શબ્દને લઈને અર્થઘટન કરીએ તો સદ્ગુરુના યોગની દુર્લભતાથી સૂત્રાનુસારી શાસ્ત્રયોગથી વચનયોગ કાયયોગ સાધી શકાતો નથી તેથી ચિત્ત વિષમય કલુષિત થઈ ગયું છે. ઉપશમતાના અમૃતપાનની જગાએ વિવાદ-વિખવાદની કલુષિતતાનું વિષપાન થઈ રહ્યું છે.
કેવળીભગવંતનું જ્ઞાન, સર્વોચ્ચ અદાલત Supreme Court જેવું છે.
'