________________
912
હૃદય નયન નિહાળે જગધણી
મુદ્રા એટલે જે જ્ઞાનક્રિયા જ્ઞાની બનવા માટે કરવાની છે, તેનું સ્થાન અર્થાત્ તે જ્ઞાનક્રિયા કરતી વખતે શરીરના હાથ, પગ વગેરે અવયવોને કેવા Pause-પોઝ-મુદ્રામાં રાખવા ? તે જણાવે છે. જેમાં કાયોત્સર્ગ જિનમુદ્રામાં રહીને કરવાનો છે. ચૈત્યવંદન યોગમુદ્રામાં રહીને કરવાનું છે. જયવીયરાય-પ્રાર્થના સૂત્ર જાવંતિ ચેઈઆઈ, જાવંત કવિ સાહુ, મુક્તાસુક્તિ મુદ્રામાં રહીને બોલવાનું છે. પરમાત્માનું ધ્યાન સુખાસનમાં, પદ્માસનમાં, સિદ્ધાસનમાં કે જિનમુદ્રામાં રહીને કરવાનું છે. જ્ઞાની પુરુષોએ તે તે સૂત્રોને બોલતા તે તે મુદ્રાઓ સાચવવાનું વિધાન કરેલું છે. તેનાથી તે તે સૂત્રો ઉપરનું બહુમાન કેળવાય છે. તેને રચનારા ગણધરો-મહાપુરુષો ઉપર બહુમાન કેળવાય છે તેમજ તે આદર બહુમાનથી સૂત્રોના ભાવને સ્પર્શવાની આત્મામાં યોગ્યતા કેળવાય છે. પ્રમાદનો નાશ થાય છે અને તેનાથી કાયયોગની સ્થિરતા થવાથી કાયગુપ્તિ-કાય સલીનતા કેળવાય છે. ઉપયોગની એકાકારતામાં વૃદ્ધિ થાય છે.
હવે બીજ કહેતા બીજમંત્રને કહે છે. “ઉ” એ પંચપરમેષ્ઠિનો અને ત્રિપદીનો વાચક બીજમંત્ર છે. “ઉ”માં પંચપરમેષ્ઠિ રહ્યા છે તેમજ ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વરૂપ ત્રિપદી પણ તેમાં રહેલી છે. “ૐ” બીજમંત્ર છે ત્રિપદી સૂચક “ૐ' માં અ+ઉ+મૂ. વર્ણાક્ષરોનું સંયોજન છે; જેમાં અ=અસ્તિ-ધ્રુવ-અચલ, ઉ=ઉત્પાદ, મૂત્રવ્યય-મરણના સંયોજનથી ‘ૐ’ બનેલ છે. ઉપરાંત એમાં અ=અરિહંત + અ=અશરીરીસિદ્ધ+આ=આચાર્ય + ઉ=ઉપાધ્યાય + મ=મુનિ એ પંચાક્ષરોના સંયોજનથી બનતો “3”એ પંચ પરમેષ્ઠિનો વાચક બીજમંત્ર બને છે.
તેવી રીતે “અઈએ સિદ્ધચક્રનો વાચક બીજમંત્ર છે. “હ” એ બીજમંત્રમાં ૨૪ તીર્થકરો સમાયેલા છે. જૈ'એ સરસ્વતીનો વાચક બીજમંત્ર
સાપેક્ષ ગુણો યોગશ્ચિત છે. નિરપેક્ષ ગુણો યોગનિરપેક્ષ છે.