________________
શ્રી નમિનાથજી
911
આત્માર્થીઓએ એ સ્તવન ઉપરનું વિવેચન આ સંદર્ભમાં જોઈ લેવા ભલામણ છે.
જૈન શાસનમાં સ્વચ્છંદ મતિકલ્પનાને કોઇજ સ્થાન નથી. શાસ્ત્રમાં બે પ્રકારના જીવો બતાવ્યા છે. ૧) ધારણા મેધાવી ૨) મર્યાદા મેધાવી. જો એક જ જીવમાં આ બંને પ્રકાર જોવા મળે તો તેના દ્વારા ગચ્છનું સંચાલન સારી રીતે થઈ શકે તેમ છે માટે તે ગચ્છનાયક બનવા યોગ્ય છે. પરંતુ બન્નેમાંથી એક જ હોય તો મર્યાદા મેધાવીને જ આગળ કરાય. ધારણા મેધાવીને નહિ. કારણકે એકલા ધારણા મેધાવીમાં જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ મુખ્ય છે. જ્યારે મર્યાદા મેધાવીમાં મોહનીયનો ક્ષયોપશમ મુખ્ય છે.
મુદ્રા બીજ ધારણા અક્ષર-ન્યાસ અરથ વિનિયોગે રે; જે ધ્યાવે તે નવિ વંચી, ક્રિયા અવંચક ભોગેરે. પર્..૯
અર્થ : જેમ ૮મી કડીમાં સમય પુરુષના છ અંગ કહ્યો તેમ અહીં યોગના છ અંગ; મુદ્રા, બીજ, ધારણા, અક્ષર, ન્યાસ, અર્થ વિનિયોગ બતાવે છે. આ અંગોને જે ગુરુગમથી સાધે છે, તે કર્મ શત્રુઓથી અથવા અડ઼ રિપુઓથી એટલે કે કષાયોથી ઠગાતો નથી કેમકે તેની ક્રિયા મહાપુરુષોએ બતાવેલ આજ્ઞાનુસારે હોવાથી તે આત્માને ન ઠગવારૂપ છે. - વિવેચનઃ આ સ્તવનની ૮મી કડીમાં પંચાંગીની મહત્તા બતાવી. તે દ્વારા દર્શન અને જ્ઞાન ઉપર ભાર મૂકયો. હવે આ દર્શન અને જ્ઞાનમાંથી આગળ વધીને ચારિત્રમાં કેમ જવું, તેની વાત કરે છે. જાગરણપૂર્વકના આચરણની વાત કરે છે. જ્ઞાનથી જે તત્ત્વ જાણ્યું છે, શ્રદ્ધાથી જેમાં પોતાપણાનો ભાવ કર્યો છે તેમાં હવે સમાઈ જવાની વાત કરે છે. તે માટે યોગના છ અંગોને બતાવે છે.
જ્ઞાનાયાર-દર્શનાયાર સૈદ્ધાંતિક Theoretical છે. જ્યારે યાત્રિાયાર-તપાયાર રચનાત્મક-ક્રિયાત્મક Practical છે.