________________
શ્રી નમિનાથજી
913
છે: આ બીજમંત્રોના શુદ્ધ વિધિપૂર્વકના હ્રસ્વ, દીર્ઘ કે પ્લુતમાં કરાયેલ ઉચ્ચારણથી પ્રાણાયામ સહજ થાય છે. એના ધ્વનિ, આંદોલનોથી રોગીઓના રોગનો પણ નાશ થઇ શકે છે. વિધિપૂર્વકના ‘ૐ’ ‘અર્હ’ના જાપથી કે ધ્યાનથી કેન્સર જેવા અસાધ્ય રોગો પણ મટી શકે છે તેમજ તેના આંદોલનો યોગીઓને યોગ સાધનામાં પ્રસન્નતા જન્માવે છે. બીજમંત્રોનું પ્લુતમાં એટલે કે તે મંત્રને લંબાવવા પૂર્વક ઉચ્ચારણ કરવાથી આજુબાજુમાં રહેલ અશુદ્ધિનું વાતાવરણ દૂર થાય છે. ભૂત-પ્રેત-પિશાચશાકીની-ડાકીનીના ઉપદ્રવો દૂર થાય છે તેમજ ચિત્તમાં અત્યંત શાંતિ અને પ્રસન્નતા છવાય છે.
આ બીજાક્ષરોનું યોગસાધનામાં આ રીતનું મહત્વ છે. વિધિ પૂર્વકના તેના જાપ કે ઉચ્ચારણથી તેના અધિષ્ઠાયક દેવો પ્રસન્ન થાય છે. ક્યારેક તે સાક્ષાત્ દર્શન આપે છે, તો ક્યારેક અદશ્ય રહી વરદાન માંગવાનું કહે છે અને તે વખતે જો સાધક અત્યંત નિઃસ્પૃહ રહી કંઈ ન માંગતા પોતાની સાધનામાં સહાયક બનવા જ જણાવે છે ત્યારે તેની નિઃસ્પૃહતાથી તેના કાયમના સેવક બનીને રહે છે. શ્રીપાલ જ્યારે પરદેશ કમાવવા જાય છે ત્યારે સિદ્ધચક્રના અધિષ્ઠાયક વિમલેશ્વર યક્ષની સહાયથી તેઓ ઘણી આપત્તિઓના સમુદ્રને તરી ગયા છે અને ન કલ્પેલી સંપત્તિના માલિક બન્યા છે.
તે જ રીતે આ બીજમંત્રોની સાધના માંત્રિકતા અને તાંત્રિકતામાં પણ ઉપયોગી બને છે.
હવે ધારણાની વાત કરે છે, જેમાં જે ક્રિયા, આશયની શુદ્ધિ અને ભાવની વૃદ્ધિપૂર્વક કરવાની હોય છે; તેમાં ઉપયોગને સ્થાપનાચાર્ય કે પ્રતિમામાં રાખવાનો હોય છે. આના આલંબને ચિત્તની એકાગ્રતા ટકાવવાની છે. આને ત્રાટક પણ કહેવામાં આવે છે. રખડતા અને ભટકતા ચિત્તને
ભક્ત થવું એટલે સંસારથી વિભક્ત થવું અને પરમાત્મા સાથે અભેદ થવું.