________________
906
હૃદય નયન નિહાળે જગધણી
આ પંચાંગીની રચના પાછળનો આશય, તે તે મહાપુરુષોના હૃદયમાં રહેલ કરૂણા હતી અને અલ્પમતિવાળા જીવો તેના અવલંબને સૂત્રોના રહસ્યોને - મર્મોને પામે અને કોઈપણ રીતે સંસાર સાગર તરી જાય તે હતો. જો પંચાંગીની રચના મહાપુરુષો દ્વારા ન થવા પામી હોત, તો વર્તમાન કાળના અલ્પબુદ્ધિવાળા જીવો કોઇ રીતે શાસ્ત્રોના મર્મને પામી શકે તેમ નહોતા.
અરે! આ પંચાંગની વાત તો જવા દો, એનાથી પણ આગળ વધીને જ્યારે ટીકાના રહસ્યો પણ વર્તમાનમાં અલ્પમતિવાળા જીવોને પામવા કઠિન થઈ પડ્યા છે, ત્યારે વર્તમાનમાં પણ તેવા શક્તિસંપન્ન આત્માઓ તેની ટીકાના રહસ્યો સમજાવવા, ગુજરાતી વિવેચનો' લખી જગત ઉપર ઉપકાર કરી રહ્યા છે. જે કાળમાં જગતના જીવો, જે સાધનોના ઉપયોગથી પ્રભુશાસનના મર્મને પામતા હોય, તેવા સાધનનો વિવેક અને ગીતાર્થ બુદ્ધિથી ઉપયોગ કરી જગતના જીવોને ધર્મ પમાડવા જેવો છે. કારણકે ધર્મ વિનાનું જીવન જીવને પશુગતિ તરફ લઈ જાય છે. ધર્મને આરાધવા માટે ધર્મ સમજવો અનિવાર્ય થઈ પડે છે. ધર્મ સમજવા માટે ધર્મ સમજાવનાર જ્ઞાનીપુરુષની નિશ્રા અને આલંબન ખૂબજ ઉપયોગી થઇ પડે છે. જગતના જીવોને ધર્મ પમાડવા જેવો બીજો કોઇ ઉપકાર નથી. કોઇપણ વ્યક્તિ, તે તે દેશકાળને ઉચિત કોઇપણ સાધનનું અવલંબન લઈ ધર્મના માર્ગે આગળ વધતો હોય અને બીજાને સર્વજ્ઞપ્રણીત ધર્મ પમાડવામાં નિમિત્ત બનતો હોય તો આપણે તેની ટીકા-ટીપ્પણમાં નહિ પડવું જોઇએ. આપણને એ સાધનનો ઉપયોગ કરવાનું ઠીક ન લાગે અથવા આપણા સંપ્રદાયમાં તેનો નિષેધ હોય તો આપણે મર્યાદાનું પાલન કરવા અને વ્યવસ્થાભંગ ન થાય તે માટે થઈને તે સાધનોનો ઉપયોગ ન કરીએ, એમાં આપણો કોઇ દોષ નથી પણ
વિશ્વના બધાં ય ક્ષણિક અને ક્રમિક ભાવોને અખંડરૂપે જોઈશું, તો વીતરાગી બની શકીશું.