________________
904
, હૃદય નયન નિહાળે જગધણી
વિમુખ પરિણામમાં જ રાગાદિનું કર્તુત્વ રહે છે. સમ્યગ્દષ્ટિ જીવને વિકલ્પથી ભિન્ન જ્ઞાન-આનંદમય આત્માની અનુભૂતિ થયેલી છે માટે વિકલ્પ થવા છતાં તેને વિકલ્પનું કર્તુત્વ નથી કારણકે અનુભૂતિમાં નિર્વિકલ્પ આત્મા અનુભવાયો છે.
જ્યારે અજ્ઞાની મિથ્યાદષ્ટિ જીવને વિકલ્પથી ભિન્ન આત્માનો અનુભવ નથી માટે તે વિકલ્પનો-રાગનો કર્તા બને છે. એ રીતે બન્નેના પરિણમનમાં ઘણો તફાવત છે. એક બંધ માર્ગમાં છે-સંસાર માર્ગમાં છે . તો બીજો અબંધ માર્ગમાં-મોક્ષમાર્ગમાં છે.
ચૂર્ણિ ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ પરંપરા અનુભવ રે; સમય પુરુષના અંગ કહ્યા છે, જે છેકે તે દુર્ભવ્ય રે.. પ.૮ :
અર્થઃ ૪૫ આગમ એ મૂળ આગમ સૂત્રો છે, જેમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પન્ના, છ છેદ સૂત્રો, ૪ મૂળ સૂત્ર છે અને ૨ ચૂલિકા મળી કુલ ૪૫ આગમ છે. એના ઉપર ચૂર્ણિ, ભાષ્ય, નિર્યુક્તિ અને વૃત્તિ એટલે ટીકાઓ મહાપુરુષો દ્વારા રચાયેલી છે. આમ મૂળ સૂત્ર સાથે ચારનો સમાવેશ થતાં તે પંચાંગી કહેવાય છે. આગમરૂપી પુરુષના અંગભૂત આ પંચાંગી અને ગુરુપરંપરા દ્વારા મળેલ અનુભવ, તેને જે છેદે અર્થાત્ ઉત્થાપે તે દુર્ભવ્ય છે-ભારે કર્મી છે.
| વિવેચનઃ ચૂર્ણિ, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્તિ, ટીકા અને સુવિહિત મહાપુરુષો દ્વારા ચાલ્યો આવતો અનુભવ, એ બધાને સમય એટલે આગમરૂપી પુરુષના અંગ કહ્યા છે. તેને જે છેદે એટલે કે ઉત્થાપે તે દુર્ભવ્ય એટલે નક્કી ભારેકર્મી હોવો જોઈએ. કારણકે જેના દ્વારા ભૂતકાળમાં અનંતા આત્માઓનું કલ્યાણ થયું છે, વર્તમાનમાં અનેક જીવો કલ્યાણ કરી રહ્યા
ક્ષપકશ્રેણિ એટલે અત્યંતર વીતરાગ યાત્રિ. જ્યારે બાહ્યયાત્રિ એટલે કિલ્લેબંધી.