________________
શ્રી નમિનાથજી
903
ધ્યાનરૂપ અત્યંતર નિમિત્તને પામીને મોક્ષરૂપે અર્થાત્ કેવલજ્ઞાનરૂપે પરિણમી જાય છે. આ કેવલજ્ઞાન અનંત આનંદવેદન સ્વરૂપ છે. આવી દશા સ્વભાવના આશ્રયે જ પ્રગટ થાય છે. માટે જૈનદર્શનમાં સ્વભાવનો મહિમા ખૂબ જ ગાવામાં આવ્યો છે.
અરિહંત અને સિદ્ધ ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરી તેવું જ સ્વરૂપ મારું છે, એમાં જરાપણ જુદાપણું નથી, એમ સમજીને જેણે પોતાના ઉપયોગને પોતાના સ્વભાવ તરફ વાળી લીધો એટલે કે ભિન્ન ઉપાસના છોડી અભિન્ન ઉપાસનામાં આવી ગયો તેને પરમાત્મદશા પ્રાપ્ત થઇ ગઈ.
જે વ્યક્તિ આત્માને જેવા સ્વરૂપે જાણે છે, તે તેવા સ્વરૂપે જ તેને ભજે છે અને તેવા સ્વરૂપે પરિણમે છે. આત્માને જેણે વિકલ્પરૂપ જાણ્યો તો તે શુદ્ધાત્મપરિણામને ક્યાંથી કરશે? તે અશુદ્ધ પરિણમનનો કર્તા થઈને તેવો જ પોતાને અનુભવશે. અને જેણે પોતાના આત્માને શુદ્ધ આનંદરસ ઝરતો જ્ઞાનમય જાણ્યો તે તેનો કર્તા થઈને તેવો જ પોતાને અનુભવશે. -
ચૈતન્યનું લોહચુંબક લગાડતાં, જે પરિણામ આત્મામાં ખેંચાઈ આવે, તે આત્માના ખરા-શુદ્ધ પરિણામ છે. જે ખેંચાઇ ન આવે, તે રાગાદિ અશુદ્ધ પરિણામો છે, તે ખરેખર અનાત્માના છે.
ચૈતન્યસ્વરૂપના આકર્ષણથી જે પરિણામ ચેતનમાં ઉભરાઇ આવે, તે આત્માના ખરા શુદ્ધ પરિણામ છે.
જે પરિણામ બહારના આકર્ષણથી બહારથી ખેંચાઈને આવે છે, તે રાગાદિ અશુદ્ધ પરિણામ છે અને તે અનાત્મ એટલે કે જડપરિણામ છે.
સ્વભાવની સન્મુખતામાં રાગાદિનું કર્તૃત્વ રહેતું નથી. સ્વભાવથી
સમાધિથી મનોયોગમાં સમત્વ રહેશે. સમત્વમાં રહેવાશે તો સમ્યક્ત્વ શીઘ્ર પ્રાપ્ત કરી શકાશે. સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા છતાં જો સમત્વ નહિ રહે, તો આવેલું સમ્યક્ત્વ પણ યાલ્યુ જઇ શકે છે.