________________
902
, હૃદય નયન નિહાળે જગધણી
તેમના દ્રવ્ય-ગુણ-પર્યાય; દ્રવ્ય એટલે આત્મદ્રવ્ય, ગુણ એટલે આત્માના અનંતા ગુણો અને પર્યાય એટલે પ્રતિસમયની કેવળજ્ઞાન, કેવળદર્શનાદિની અવસ્થા જે અનુભૂત છે. નજરે તો દેખાતા નથી પરંતુ જ્ઞાન દ્વારા તેમના સ્વરૂપનો નિર્ણય થઈ શકે છે.
અરિહંત પ્રભુ સાક્ષાત્ બિરાજતા હોય ત્યારે પણ આંખથી તો અરિહંતનું શરીર જ દેખાય છે. શું શરીર તે અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાય છે? ના! એ તો આત્માથી ભિન્ન છે! ચૈતન્ય સ્વરૂપ આત્મા તે દ્રવ્ય, જ્ઞાન-દર્શનાદિ ગુણો અને કેવળજ્ઞાનાદિ તેની પર્યાય તે અરિહંત છે. તેને યથાર્થપણે ઓળખે તો અરિહંતનું સ્વરૂપ જાણ્યું કહેવાય. અથવા તો અરિહંત-સિદ્ધસ્વરૂપને જાણીને તેના પોતાના સ્વરૂપને ધ્યાવવું તે. ઉપાસના છે-તે ધ્યાન છે. તેમાં અરિહંતની ઉપાસના તે ભિન્ન ઉપાસના છે જે આલંબનરૂપ છે અને પોતાના સ્વરૂપની ઉપાસના તે અભિન્ન ઉપાસના છે, જે શુદ્ધિકરણ છે, ગુણકરણ છે અને સ્વયંના પરમાત્મસ્વરૂપનું પ્રગટીકરણ છે.
જેમ જંગલમાં રહેલ વાંસનુ ઝાડ બહારના બીજા કોઈ સાધન વગર પોતે પોતાની સાથે જ ઘસાઈને અગ્નિરૂપ થઈ જાય છે તેમ આત્મા પોતે જ પોતાનામાં એકાગ્રતાના મંથન વડે પરમાત્મા થઈ જાય છે. જેમ વાંસમાં શક્તિરૂપે અગ્નિ ભરેલો છે, તે પોતે ઘસારા વડે વ્યક્ત અગ્નિરૂપે પરિણામ પામી જાય છે, તેમ આત્મામાં પરમાત્મ દશા શક્તિરૂપે પડી છે, તે પર્યાયને એકાગ્ર કરીને સ્વભાવનું મંથન કરતાં આત્મા પોતે પરમાત્મદશા રૂપે પરિણમી જાય છે. આમાં જે ત્રિકાળ શક્તિ છે, તે શુદ્ધ ઉપાદાન છે. પૂર્વની મોક્ષમાર્ગરૂપ પર્યાય, તે ક્ષણિક સત્ છે અને તે પોતે જ બહારમાં ઉપદેશ વગેરેનું બાહ્ય નિમિત્ત મળતાં, તેમજ ભીતરમાં ચિંતન-મનન
વિનાશી તત્ત્વનો વિયોગ થાય એટલે રાગી રંડાય અને રંડાય એટલે રુવે.