________________
શ્રી નમિનાથજી , 901.
રહ્યા છે. એ રીતે પ્રભુના સ્વરૂપની સાથે એકાત્મયોગ સધાતા અનંતા આત્માઓ કેવળજ્ઞાન પામ્યા છે.
અરિહંત પદ ધ્યાતો થકો, દવ-ગુણ-૫જાય રે, ભેદ છેદ કરી આતમાં, અરિહંત રૂપી થાય રે.
અરિહંતને ઓળખતા આત્મા ઓળખાય છે. જે જાણતો અરિહંતને, ગુણ-દ્રવ્યને-પર્યયપણે તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે.
'
- પ્રવચનસાર-ગા.૮૦
જે ખરેખર દ્રવ્ય-ગુણ-પર્યાયપણે અરિહંતને જાણે છે, તે પોતાના આત્માને જાણે જ છે અને તેનો મોહ ક્ષય પામે છે. આમ કહીને આચાર્યદેવે મોહક્ષયનો અફર માર્ગ બતાવ્યો છે. પ્રભુ પ્રતિમામાં પ્રભુના દર્શન કરતાં, પ્રભુના વીતરાગ પર્યાય સહિત દ્રવ્ય અને ગુણના દર્શન * કરવાના હોય છે. માત્ર એકલા પર્યાય ગુણ કે દ્રવ્યના દર્શન નહિ કરતાં
પ્રભુના દ્રવ્યગુણપર્યાય એમ ત્રણેય અંગથી યુક્ત પ્રભુના પરિપૂર્ણ દર્શન કરવાના હોય છે. - ' કોઈને એમ શંકા થાય કે અત્યારે તો અહિંયા અરિહંત નથી પછી અરિહંતને જાણવાની વાત કેમ કરી? તો તેનું સમાધાન કરે છે કે ભાઈ! અહીંયા ક્ષેત્રની વાત નથી પણ અરિહંતનું સ્વરૂપ જાણવાની વાત કરી છે. અરિહંતની અહીં જ સાક્ષાત્ હાજરી હોય તો જ તેમનું સ્વરૂપ જાણી શકાય, ને દૂર હોય તો ન જાણી શકાય એવો કોઈ પ્રતિબંધ નથી.
અરિહંત પ્રભુ સાક્ષાત્ બિરાજતા હોય ત્યારે પણ તેમનું સ્વરૂપ તો જ્ઞાન દ્વારા જ નક્કી થાય છે. મહાવિદેહમાં અરિહંત તો છે ત્યાં પણ
પરિણામે રોવડાવે નહિ તેનું નામ રાગ નહિ. વિનાશી તત્ત્વનો રોગ છે.