________________
900
હૃદય નયન નિહાળે જગધણી
રૂપાતીત અવસ્થામાં પ્રભુના આત્માના અસંખ્ય પ્રદેશો મેરુની જેમ પરમ સ્થિરત્વને પામેલા હોય છે, ઉપયોગ અવિનાશી બનેલો હોય છે, અનંતગુણોનું અભેદાત્મક વીતરાગ પરિણમન વિલસી રહેલું હોય છે, પ્રભુ અનંત આનંદને નિરુપાધિકપણે વેદી રહ્યા હોય છે અને પર્યાયમાં સદશતા હોય છે. સાદિ અનંતકાળ સુધી પ્રભુને હવે તે જ અવસ્થામાં રહેવાનું છે. ત્યાંથી પાછા ફરવાપણું નથી. નમ્રુત્યુણમાં સ્તવિત એક એક વિશેષણથી પ્રભુનું ધ્યાન ધરી શકાય છે. આમાં જેટલો ટાઈમ સુધી ઉપયોગ સ્થિર રહ્યો, લીનતા સધાઈ ગઈ તેટલો ટાઈમ સુધી આત્મા આગમથી ભાવ નિક્ષેપે પરમાત્મા બન્યો કહેવાય. આમ કરવાથી આત્મ પ્રદેશો પરથી અનંતા કર્મોની નિર્જરા થાય છે.
વળી સિદ્ધાંત એ છે કે સાધ્યનું જે સ્વરૂપ છે તેનો એક અંશ સાધનામાં ઉતારી શકાય તો સાધ્ય સાથે અભિન્ન થઇ શકાય. કેવલજ્ઞાનને સાધ્ય તરીકે લઈએ તો કેવલજ્ઞાન, વીતરાગ જ્ઞાન છે, સ્વાધીન જ્ઞાન છે, પૂર્ણ જ્ઞાન છે અને અક્રમિક અર્થાત્ નિર્વિકલ્પ જ્ઞાન છે. આવા સાધ્યનો એક અંશ વીતરાગતા એ સાધનામાં ઉતારી શકાય છે. જ્યાં સુધી મતિજ્ઞાન છે ત્યાં સુધી સાધના છે. તે મતિજ્ઞાન બારમા ગુણઠાણે અવિકારી થતાં વીતરાગતા આવે છે માટે તરત જ જીવ તેરમા ગુણઠાણે કેવલજ્ઞાન પામે છે અને તે પામતા કેવલજ્ઞાનના પહેલા સમયથી જ અનંત આનંદ વેદન શરૂ થઇ જાય છે. આ જ વાતને યોગીરાજે પાંચમા ભગવાનના સ્તવનમાં આ રીતે કહી છે
જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો, વર્જિત સકલ ઉપાધિ
જેવા દ્રવ્ય-ગુણ-પર્યાય છે તેવા જ મારામાં પણ સત્તાગત
પ્રભુના
રાગીઓ રંડાય છે અને રાગીઓ જુવે છે.