________________
શ્રી નમિનાથજી , 899
-
899
એ જ રીતે, જેને જિન અર્થાત્ પરમાત્મા થવું હોય તેણે સમ્યકત્વ પામવું પડે. તે સમ્યકત્વ પામવા કે પામ્યા પછી પરમાત્માનું ધ્યાન કરવું પડે. તે ધ્યાન પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ચાર પ્રકારે છે. પિંડસ્થ ધ્યાન એટલે પરમાત્મા જે દેહરૂપી પિંડમાં રહેલા છે તે પરમાત્માની બાલ્યાવસ્થા, કુમાર અવસ્થા, યોવન અવસ્થા, રાજ્યાવસ્થા વગેરેનું ચિંતન કરી તેમાં ઉપયોગને સ્થિર કરી શકાય.
તે જ રીતે પદસ્થ અવસ્થામાં વર્ણમાળાના અક્ષરોનું તેમજ પરમાત્માના નામનું, ધ્યાન ધરી શકાય. ( રૂપસ્થ ધ્યાનમાં પ્રભુ વીતરાગ અને સર્વજ્ઞ બન્યા પછી અષ્ટ પ્રાતિહાર્યોથી શોભિત, ૩૪ અતિશયોથી યુક્ત પ્રભાવક મહિમાવંત અને ૩૫ ગુણ અલંકૃત વાણીથી તીર્થ સ્થાપક-મોક્ષમાર્ગ પ્રરૂપક એવા સમવસરણમાં બિરાજેલા કે વિહાર કરતા, દેશના આપતા, બાર પર્ષદાથી શોભતા પ્રભુનું ધ્યાન ધરી શકાય તેમજ રૂપાતીત અવસ્થામાં પ્રભુની સિદ્ધાવસ્થાનું ધ્યાન ધરી શકાય. - પિંડસ્થ ધ્યાન એટલે ચ્યવનકલ્યાણક, જન્મકલ્યાણકની તીર્થંકર , ભગવંતના ગૃહસ્થકાળની ચિંતવના.
પદસ્થ ધ્યાન એટલે દીક્ષાકલ્યાણકથી શરૂ થતી સાધનાકાળની ચિંતવના.
રૂપસ્થ ધ્યાન એટલે કેવળજ્ઞાનકલ્યાણકથી શરૂ થતી તીર્થકરકાળની ચિંતવના.
રૂપાતીત ધ્યાન એટલે નિર્વાણકલ્યાણકથી શરૂ થતી સિદ્ધાવસ્થાની ચિંતવના.
દેહસુખનો ત્યાગ કર્યા વિના અને દુઃખ વચ્ચે રહી, દુઃખપૂફ બન્યા વિના,
જીવ પરમાત્મા બની શકતો નથી.