________________
898
, હૃદય નયન નિહાળે જગધણી
કુદરતના તત્ત્વોને નિઃસ્વાર્થભાવે ચાહવા તે ધર્મ છે. જીવોની સેવા કરવી અને આનંદથી રહેવું તે વ્યવહારધર્મ છે અને સ્વયંની પરમાત્મદશાને પ્રગટ કરવી તે / વઘુ સહાવો ઘમો || ના સિદ્ધાંત અનુસાર ધર્મની પ્રાપ્તિ છે.
જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે ભંગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે.. ...
અર્થઃ જિનેશ્વર પરમાત્મામાં લીન થઈને-તદાકાર થઇને, જે તેની આરાધના કરે છે, તે નક્કી જિનેશ્વર થાય છે. જેમ ભમરી જ્યારે ઇયળને ચટકો મારે છે-ડંખ મારે છે ત્યારે તે ઈયળ ભમરી રૂપે થઈ જાય છે અને તે બાબતને આખું જગત જુવે છે.
વિવેચનઃ ઈયળની ફરતે ભમરી ભભરાતી રહે છે-ઘુમરાતી રહે છે, તેની સામું જુએ છે અને અવાર નવાર ઈયળને ચટકા ભરતી રહે છેડંખ મારતી રહે છે. આ કંપની વેદનાથી ઈયળનું ધ્યાન સતત ભમરીમય બની જાય છે. ઈયળની વૃત્તિ ભમરીમાં તદાકાર થઈ જાય છે. ઉષ્ણકાળમાં ભમરી માટીનું ઘર બનાવે છે, અને તેમાં ઈયળને લાવીને મૂકે છે તથા તેને ચટકા મારે છે અને પછી બીજી માટી લાવી પોતાનું કરેલું ઘર બંધ કરે છે. તે દરમ્યાન ઈયળ તે, ભમરીના ડંખની વેદનાથી ભમરીનું ધ્યાન કરતી, મરીને તે જ કલેવરમાં ઉત્પન્ન થાય છે અને તે ઈયળને ભમરીના જેવી પાંખો તથા ડંખ મારવાની શક્તિ પેદા થાય છે. સત્તરમાં દિવસે ભમરી પોતાના તે ઘરને પોતાના ડંખથી ફોડે છે એટલે પ્રથમની ઈયળ જે ભમરી થઈ ગઈ હોય છે, તે ઉડી જાય છે અને તે વખતે આખું જગત તેને ભમરી રૂપે જ જુએ છે.
દશ્યથી (મૂર્તિ-ગુરૂ-ગ્રંથાદિના આલંબને) દષ્ટિ ઠીક થાય છે, જે સાલંબન યોગ છે;
જ્યારે વિના દયે દૃષ્ટિ ઠીક થાય, તે અધ્યાત્મ છે, જે નિરાલંબન યોગ છે.