________________
શ્રી નમિનાથજી
897
બોધિ પ્રાપ્ત કરી શકાય છે. જીવને જીવ તરીકે જોવા, તેમાં રહેલ જીવત્વ જાતિનો સ્વીકાર કરવો અને પછી ઉચિત વ્યવહાર કરવો, તે બોધિને પામવાનું કારણ છે અને જીવમાં શિવના દર્શન કરવા તે સમાધિ પામવાનું કારણ છે. પરમાત્માના દર્શન કરવાથી જેમ બધી ચિંતાઓ ટળી જાય છે અને આનંદ-આનંદ પ્રગટે છે તેમ જીવને પરમાત્મા તરીકે જોવાથી સમાધિ પ્રગટે છે.
જેને તું હણે છે તેવો તું જ છે માટે કોઈને હણ નહિ. આ યોગશુદ્ધિ છે. આ વ્યવહાર નયનું વચન છે. આનાથી ધર્મની શરૂઆત થાય છે. જેને તું નમે છે તે તું જ છે. જેવો એ છે તેવો જ તું છે. તત્ તમ્ રિત આ ઉપયોગ શુદ્ધિ છે અને આ નિશ્ચયનયનું વચન છે. યોગશુદ્ધિના વ્યવહારવચનમાં જાતિ ઐક્યતા છે અને ઉપયોગશુદ્ધિના નિશ્ચયવચનમાં સ્વરૂપ ઐક્યતા છે. જાતિ એક્યતાના ભાવથી મૈત્રીભર્યો પ્રેમ વ્યવહાર થાય છે અને સ્વરૂપ ઐક્યતાથી સ્વરૂપપ્રાગટ્ય માટે ઉત્સાહિત થવાય છે. ઉપયોગ શુદ્ધિ શીઘ મોક્ષ આપે છે. યોગશુદ્ધિ ક્રમે કરીને મોક્ષ આપે છે. ઉપયોગ શુદ્ધિને કરવા પળને, કણને, ઝરણને, સમયને, પરમાણુને, સ્કંધને, સંયોગને, વિયોગને તથા તેના પ્રવાહને જોવો-માત્ર જોવો - બીજું કાંઈ જ ન કરવું. જે બને તેનો સહજ સ્વીકાર કરવો. એ જ શ્રેષ્ઠ છે - એ જ અધ્યાત્મ છે.
આ સમાજની સંસ્કૃતિના મૂળમાં, આ ભૂમિની સુગંધમાં, આ પ્રજાના લોહીમાં કંઈક એવું છે, જે દેશના નાનામાં નાના અભણ ગામડિયાથી માંડીને પ્રખર પંડિતમાં તેમજ પરમજ્ઞાની એવા ઋષિમુનિઓમાં એક રૂપે વ્યાપેલું છે અને તે છે પ્રેમ અને આ પ્રેમનું પ્રગટીકરણ એ જ ધર્મ છે.
શરીર રોગનું ઘર છે અને મન સંતાપનું ઘર છે.