________________
896 હૃદય નયન નિહાળે જગધણી
જીવનમાં જેટલો સમન્વય અને સંવાદિતા સર્જાય તેટલું જીવન શાંત-પ્રશાંત-ઉપશાંત બને. વિસંવાદિતામાં કલુષિતતા અને વિખવાદ છે.
અજ્ઞાનથી મુક્તિ તે જ સાચી મુક્તિ છે. અજ્ઞાનથી મુક્તિ એટલે કેવળજ્ઞાન-સર્વજ્ઞતા.
આગ્રહોથી મુક્તિ તે જ ખરી મુક્તિ છે. આગ્રહથી મુક્તિ એટલે બંધન મુક્તિ નિર્ચથતા-અનેકાન્તતા.
કષાયોથી મુક્તિ તે જ ખરેખર મુક્તિ છે. કષાયથી મુક્તિ એટલે વીતરાગતા.
આ જગત ઉપર વિશુદ્ધ ચૈતન્યનું સામ્રાજ્ય છે. પરમ સામ્યવસ્થાનું સામ્રાજ્ય છે. તેનો ભંગ એ સંસાર છે. તેનો ભંગ એ ગુનો છે અને એની સજા ચારગતિરૂપ સંસારમાં પરિભ્રમણ છે. પરમ સામ્યાવસ્થા આવતા જીવ અઈમ્ બની જાય છે. સામ્યવસ્થાની બહાર જાય ત્યારે જીવ દંડાય છે.
પ્રેમની અભિવ્યક્તિ એ ધર્મ છે, તે જ વીતરાગતા છે. Test of religion is not religiousness but love.
સ્યાદ્વાદ શૈલિ અપનાવી જૈનદર્શન અને તેના પ્રણેતાઓ પ્રેમની અભિવ્યક્તિ સ્વરૂપ વીતરાગતાને પ્રગટ કરવાનો ઉપાય બતાવે છે. - કોઈનો પણ ભૂતકાલીન પર્યાય યાદ કરીને તેની સાથે વર્તન કરવામાં આવે તો તે મિથ્યાષ્ટિપણું છે કારણકે જીવ માત્ર દ્રવ્યાસ્તિક નયે શુદ્ધ છે, તેની શ્રદ્ધા નથી. જીવને જીવ તરીકે એટલે કે પોતાના તુલ્ય જોવા જોઈએ તેથી જીવ પ્રત્યેના દ્વેષથી બચી શકાય છે. તેનાથી
સંયોગ એ આત્મ સ્વરૂપ નથી. સ્વભાવ એ આત્મસ્વરૂપ છે.
સંયોગથી અતીત થઈને સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે.