________________
શ્રી નમિનાથજી ,
895
સાગરરૂપે પરિણમનાર છે. અને તેથી જ એ જેમ જેમ સાગર સમીપ જતી જાય છે તેમ તેમ તેનો તટ-પટ વિસ્તાર પામતો વિશાળ થતો જાય છે. એ જ રીતે અંશ અંશીમય બનવા તરફ એટલે કે પૂર્ણ પરમાત્મા બનવા તરફ જેમ જેમ જતો જાય છે તેમ વ્યાપકને વ્યાપક થતો જાય છે.
' એ જ પ્રમાણે સઘળાંય એક એક નય આધારિત દર્શનો તે તે નય સાપેક્ષ સાધનાથી વીતરાગતા ભણી જ વિકસિત થતાં હોવાથી તે જિનવરના દર્શનના એકએક અંગરૂપ હોવાના કારણે તે તે દર્શનની સાપેક્ષ ભજના એ જિનવરના દર્શનનીજ ભજના છે માટે તે તે દર્શનો ભલે એકાન્તવાદી હોય તો પણ જૈનદર્શનને માનનાર અનેકાન્તવાદીએ તેનો અપલાપ નહિ કરવો જોઈએ. પરંતુ તેમની પાસે સાધનાના જે ઊંચા વિકલ્પો છે કે જે જીવને વીતરાગ બનાવવામાં ઉપયોગી છે, તેને જૈનદર્શનના જ અંશરૂપ-રંગરૂપ સમજી તેનો સ્વીકાર કરવો જોઈએ અને તે દ્વારા વીતરાગ થવાની સાધના કરવી જોઈએ. વીતરાગ થવું હોય તો દૃષ્ટિની વિશાળતા-ઉદારતા કેળવવી પડશે. સમન્વય અને સંવાદિતાથી કર્ણપ્રિય સુમધુર સંગીતનું સર્જન થાય છે. બીજાને ખોટા કહીને સંસારમાં પણ નથી જીવી શકાતું તો પછી મોક્ષે તો કેમ જવાય? ' નિશ્ચયને માનનાર નિશ્ચયનો અહમ્ ન રાખે અને વ્યવહાર ધર્મનો અપલાપ ન કરે તો તેનો નિશ્ચયધર્મ વ્યવહાર ધર્મને સુધારી આપશે. વ્યવહારધર્મનું ખંડન ન કરતાં તેઓ પરત્વે ઉદારભાવ રાખે તો નિશ્ચયને માનનારનો નિશ્ચય ધર્મ ફળશે. તે જ રીતે વ્યવહાર ધર્મને પામનાર બીજાનું ખંડન ન કરે-ઉદારભાવ રાખે-અહમ્ રહિત બને અને નિશ્ચયનું લક્ષ્ય કરી આગળ વધે તો ફળરૂપે તેને મોક્ષ મળી શકે તેમ છે.
ભોગવૃત્તિ અને સુખબુદ્ધિ એ સંસારભાવમાં રંગ છે અને તે ગ ટકે છે અર્થ અને કામથી.