________________
894 ( હૃદય નયન નિહાળે જગધણી
અર્થ : જેમ તમામ નદીઓનો સમુદ્રમાં સમાવેશ થાય છે તેમ ભિન્ન ભિન્ન ધર્મને માનનારા દર્શનોનો જૈનદર્શનમાં સમાવેશ થાય છે. પણ નદીમાં સાગરની ભજના છે અર્થાત્ નદીમાં તો સાગરનો અંશ માત્ર છે. એટલે નદીમાં સાગર સમાઈ શકતો નથી તેમ અન્યદર્શનો તો સ્યાદ્વાર દર્શનનો અંશમાત્ર છે માટે અન્ય દર્શનોમાં જૈનદર્શન સમાઈ શકતું નથી.
વિવેચનઃ સાગર પોતાના પેટાળમાં સઘળી નદીઓને સમાવી લે છે, એમ પરમાત્માના સ્યાદ્વાર દર્શનમાં સઘળાંય દર્શનો સમાવેશ પામે છે. સ્યાદ્વાર દર્શન સાગર જેવું ગંભીર, મર્યાદાશીલ, અગાધ, વિશાળ અને ગુણરત્નાકર છે.
જોવાની ખૂબી તો એ છે કે નદીને પોતાનામાં સમાવી લેવા, પોતાના ખોળે ઝીલી લેવા, પોતાની સાથે એકરૂપ, તરૂપ કરી દેવા સાગર, નદીના સંગમ બિંદુએ સ્વયં પોતાનું તળ નીચું લઈ જઈને સરિતાને પોતાનામાં સમાવી લે છે-પોતામય બનાવી દે છે.
એ જ રીતે જૈનદર્શન સ્યાદ્વાદ શૈલિ અપનાવી, નયદૃષ્ટિથી સર્વ અન્ય દર્શનોને પોતાની વિશાળ દૃષ્ટિથી પ્રમાણરૂપ સાગરમાં સમાવી દે છે અને તે દ્વારા સર્વદર્શનને પણ નય સાપેક્ષ દૃષ્ટિથી અંગભૂત બનાવી પ્રમાણભૂત ઠેરવવાની ગંભીરતા દાખવે છે માટે સાચે જ તે રત્નાકર છે.
નદીઓ તટ-કિનારાથી બંધાયેલી હોવાથી સીમિત હોવા છતાં એનું વહેણ અસીમ-વિશાળ એવા સાગર તરફનું હોઈ, એ સાગર સન્મુખ થયેલી નદીની ભજનામાં સાગરની જ ભજના છે. કારણકે એ નદી જ
વીતરાગતા, પ્રથમ મોહનો-રાગનો નાશ કરે છે અને અંતે વીતરાગતાના કાર્ય રૂપે, જ્ઞાન નિરાવરણ થઈ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે.