________________
શ્રી નમિનાથજી
893
સંગે આત્માને નિર્વિકલ્પ-શુદ્ધ ચૈતન્યમય વીતરાગ મૂર્તિ એવો પરમાત્મા બનાવવાનો છે.
જે શ્રુતજ્ઞાન-શાસ્ત્રજ્ઞાનનું અવલંબન લીધા પછી વિકલ્પો ઘટવાને બદલે વિકલ્પોની પરંપરા વધે, તો આપણે અક્ષરન્યાસધરા આરાધક ન થયા કહેવાઈએ એટલે તેના સંગે આરાધના કરીને મુક્તિ પામવાની હતી, (આરાધે ધરી સંગે રે) આ પંક્તિને સફળ કરવાની હતી, તે ન થઈ એમ કહેવાય. " - આપણું કેવલજ્ઞાન આજે મતિજ્ઞાનમાં પરિણમ્યું છે. સમુદ્ર ખાબોચિયું થયું છે. વીતરાગતા રાગ-દ્વેષમાં ફેરવાઈ ગઈ છે. આનંદ, સુખ-દુઃખમાં પરિણમ્યું છે માટે આપણુ ચૈતન્યમય અંગ ખંડિત થયું છે. વિભાજીત થયું છે. તેને અખંડ, અવિભાજીત, પૂર્ણ બનાવવા માટે અક્ષર ન્યાસ ને ધરા એટલે મૂળથીજ-પહેલેથી જ એવી રીતે કરવાનો છે કે આત્મા અક્ષરન્યાસ ધરાથી આરાધક બની ઊંચી કોટિની આરાધનાથી આરાધિત બની મુક્તિસંગને પામે.
આ અક્ષર ન્યાસ ધરાના આરાધક થવા માટે જેઓ પૂર્ણ બન્યા છે, તે કેવલી ભગવંતો, તીર્થંકર પરમાત્માઓ કે જે સિદ્ધતાને આરે આવીને ઊભા છે તેવા આત્મજ્ઞાની, સર્વોચ્ચ આત્મદશામાં ઝૂલતા એવા ગુરુભગવંતોના શરણે જઈ તેમના ઉપર અહોભાવ-બહુમાન કેળવી સત્સંગ કરવાનો છે અને તેમના આશ્રયે સન્ને ખેંચીને ઉપર ઉપરના ગુણસ્થાનક ઉપર આરોહ કરી મુક્તિની વરમાળાને વરવાનું છે.
જિનવરમાં સઘળા દરશન છે, દરશને જિનવર ભજના રે સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજનારે.ષ..૬
પર દ્રવ્ય માટે જે દ્રવ્ય પોતાના ગુણ વડે નિમિત્તરૂપ બને (ઉપયોગી બને),
તે વ્યનો, તે ગુણ, તે દ્રવ્યની શક્તિ કહેવાય.