________________
1892
892
હૃદય નયન નિહાળે જગધણી
કે ગુરુ દ્વારા વાણીથી ઉચ્ચરાયેલું અક્ષર જ્ઞાન-શ્રુતજ્ઞાન એ આત્માના અક્ષર સ્વરૂપને પામવા માટે છે.
અક્ષર જ્ઞાનનો હૃદયમાં ન્યાસ એટલે સ્થાપન એવી રીતે કરવાનું છે કે જેનાથી આત્મા પોતાના સ્વરૂપની દિશામાં આગળ વધે. શ્રુતજ્ઞાન મૂળમાં સ્વર અને વ્યંજન સ્વરૂપ છે અને તે નિર્વિકલ્પ છે. કેમ કે એકલા સ્વર કે વ્યંજનનો ઉચ્ચાર કરવાથી વિકલ્પ થતો નથી. જેમ કે કે, આ બોલીએ તો કાંઈ વિકલ્પ થતો નથી પણ કાકા બોલીએ તો વિકલ્પ થાય છે. સ્વર અને વ્યંજન મળીને અક્ષર થાય છે. અક્ષરનો સમુહ તે શબ્દ છે. તે શબ્દમાં કર્તા અને ક્રિયાપદ ભળતાં વાક્ય બને છે. વાક્યની સમુહ તે અધ્યયન છે. અધ્યયનોનો સમુહ તે શ્રુતસ્કંધ છે. શ્રુતસ્કંધનો સમુહ છે. આગમ છે અને આગમોનો સમુહ દ્વાદશાંગ છે; જે બધું જ વિકલ્પાત્મક છે. સંસાર આખો વિકલ્પાત્મક છે. સઘળો વ્યવહાર વિકલ્પાત્મક છે. આ વિકલ્પાત્મક શ્રુતજ્ઞાનનું અવલંબન એવી રીતે લેવાનું છે કે જેથી આત્મા વિકલ્પમાંથી નિર્વિકલ્પ તરફ પ્રયાણ કરે. શ્રુતજ્ઞાનનો વાસ એટલે હૃદયમાં સ્થાપન એવી રીતે કરવાનું છે કે આત્મા અશુભમાંથી બહાર નીકળી શુભમાં આવી ત્યાં ન રોકાતા શુદ્ધ તરફ પ્રયાણ કરે અને પોતાના સ્વરૂપમાં પોતાના ઉપયોગને શમાવી દે. ઉપયોગને સ્વરૂપમાં ઠારી દેવો – શમાવી દેવો તે ઉચ્ચકોટિની સાધના છે અને સાથેની નિકટતા છે. સ્વરૂપમાં ઠરી ગયેલો ઉપયોગ નિર્વિકલ્પ છે. શ્રત મૂળમાં અક્ષર-સ્વર-વ્યંજનરૂપે નિર્વિકલ્પ છે અને તેનું ફળ વીતરાગતા-કેવલજ્ઞાન તે પણ નિર્વિકલ્પ છે.
આમ જે વિકલ્પાત્મક શ્રુતજ્ઞાન કે જે અક્ષર સ્વરૂપ છે તેનો ખ્યાલ કરી આત્માએ સ્વરૂપના આરાધક બનવાનું છે અને તે આરાધના કરી તેના
સુખ ભોગવવામાં દેહભાવે આત્માનો આનંદ ભૂલી જઈએ તો પણ અજ્ઞાની.